આઇ.ટી.આઇ. જૂનાગઢ ખાતે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર 2026 નું આયોજન કરવામાં આવ્યું
જુનાગઢ, 30 જુલાઈ (હિ.સ.) : સરકારી આઈ.ટી.આઈ. સંસ્થા જૂનાગઢ ખાતે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તક કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢના સંય
આઇ.ટી.આઇ. જૂનાગઢ ખાતે વ્યક્તિત્વ વિકાસ


જુનાગઢ, 30 જુલાઈ (હિ.સ.) : સરકારી આઈ.ટી.આઈ. સંસ્થા જૂનાગઢ ખાતે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તક કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર ૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનુસુચિત જાતિના તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રકારના કાર્યક્રમથી યુવાનોમાં શારીરિક તેમજ માનસિક વિકાસ થાય છે.

આ તકે આચાર્ય ભગીરથસિંહ જાળીયાએ પ્રેરક સંબોધન કરીને તાલીમાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય ભગીરથસિંહ જાળીયા અને આચાર્ય પ્રિયેશ વાળાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમ આઈ.ટી.આઈ. સંસ્થા, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande