CEIR પોર્ટલ બન્યું આશાનું કિરણ: ભુજ પોલીસે રૂ.3.57 લાખના 8 ખોવાયેલા મોબાઇલ શોધી માલિકોને પરત આપ્યા
કચ્છ, 30 જુલાઈ (હિ.સ.) : ભુજ શહેરમાં ખોવાયેલા અને ચોરી થયેલા મોબાઇલ ફોન પરત મેળવવાની આશા ગુમાવી ચૂકેલા અનેક નાગરિકો માટે ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ આશાનું કિરણ બની છે. ભારત સરકારના આધુનિક CEIR (Central Equipment Identity Register) પોર્ટલના અસરકારક ઉપ
CEIR પોર્ટલ મારફતે મોબાઇલ પરત અપાયા


CEIR પોર્ટલ મારફતે મોબાઇલ પરત અપાયા


CEIR પોર્ટલ મારફતે મોબાઇલ પરત અપાયા


કચ્છ, 30 જુલાઈ (હિ.સ.) : ભુજ શહેરમાં ખોવાયેલા અને ચોરી થયેલા મોબાઇલ ફોન પરત મેળવવાની આશા ગુમાવી ચૂકેલા અનેક નાગરિકો માટે ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ આશાનું કિરણ બની છે. ભારત સરકારના આધુનિક CEIR (Central Equipment Identity Register) પોર્ટલના અસરકારક ઉપયોગ અને સતત ટેક્નિકલ મોનીટરિંગના આધારે પોલીસે કુલ આઠ કિંમતી મોબાઇલ ફોન શોધી કાઢી તેમના અસલી માલિકોને સુરક્ષિત રીતે પરત સોંપ્યા છે. આ કામગીરીથી પોલીસ વિભાગે ફરી એકવાર પોલીસ પ્રજાનો મિત્રના સૂત્રને વ્યવહારમાં સાબિત કર્યું છે. ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. હેરમાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે સઘન ટેક્નિકલ તપાસ હાથ ધરી હતી.

પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ સવશીજી ઠાકોર અને પોલીસ કોન્સ્ટેબલ નાનુભાઈ જીવાભાઈ કરમટાએ અરજદારો દ્વારા નોંધાવવામાં આવેલી અરજીઓના આધારે CEIR પોર્ટલ પર સતત નજર રાખી અને ટેક્નિકલ વર્કઆઉટ દ્વારા અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોનનું સફળતાપૂર્વક લોકેશન ટ્રેસ કર્યું. ત્યારબાદ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને તમામ મોબાઇલ ફોન તેમના હકદાર માલિકોને પરત આપવામાં આવ્યા હતા.

શોધી કાઢવામાં આવેલા મોબાઇલમાં Vivo, Realme, Samsung, Oppo તેમજ Apple જેવી અગ્રણી બ્રાન્ડના હેન્ડસેટનો સમાવેશ થાય છે. કુલ આઠ મોબાઇલ ફોનની અંદાજિત કિંમત રૂ. 3,57,596 જેટલી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. કિંમતી મોબાઇલ પરત મળતાં અરજદારોએ ભુજ શહેર બી-ડિવિઝન પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમગ્ર કામગીરીમાં ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ અને ટેક્નિકલ ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આધુનિક ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને ઝડપી અને વિશ્વસનીય સેવા આપવાના પોલીસના પ્રયાસોને આ સફળ કામગીરીએ વધુ મજબૂત બનાવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande