સોલાર પાવર યુનિટ કીટ લગાવીએ અને પાકને સુરક્ષિત રાખીએ: પાલિતાણા તાલુકામાં ખેડૂતોને સહાયના ધોરણે ઝટકા મશીનનું વેરીફિકેશન પૂર્ણ
ભાવનગર, 30 જુલાઈ (હિ.સ.)પાલિતાણા તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોના પાકને રખડતા પશુઓ અને જંગલી પ્રાણીઓથી સુરક્ષિત રાખવાના હેતુથી સહાયના ધોરણે સોલાર પાવર યુનિટ કીટ આધારિત ઝટકા મશીનોનું વિતરણ કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતોને આપવામાં
વેરીફીકેશન કરવામાં આવ્યું


ભાવનગર, 30 જુલાઈ (હિ.સ.)પાલિતાણા તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોના પાકને રખડતા પશુઓ અને જંગલી પ્રાણીઓથી સુરક્ષિત રાખવાના હેતુથી સહાયના ધોરણે સોલાર પાવર યુનિટ કીટ આધારિત ઝટકા મશીનોનું વિતરણ કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતોને આપવામાં આવેલા સાધનોનું ગ્રામસેવકો દ્વારા સ્થળ પર જઈ વેરીફિકેશન કરવામાં આવ્યું હતું.

વેરીફિકેશન દરમિયાન લાભાર્થી ખેડૂતો પાસે ઝટકા મશીન કાર્યરત સ્થિતિમાં છે કે નહીં, તેનું યોગ્ય રીતે સ્થાપન કરવામાં આવ્યું છે કે નહીં તેમજ તેનો ઉપયોગ સરકારની માર્ગદર્શિકા મુજબ થઈ રહ્યો છે કે નહીં તેની તપાસ કરવામાં આવી. સાથે જ ખેડૂતોને મશીનના સુરક્ષિત ઉપયોગ, નિયમિત જાળવણી અને સોલાર પેનલની યોગ્ય સંભાળ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.

સોલાર પાવરથી સંચાલિત ઝટકા મશીન ખેડૂતો માટે ખર્ચ બચત સાથે અસરકારક સુરક્ષા પ્રદાન કરે છે. વીજળી વિના પણ આ કીટ કાર્યરત રહેતી હોવાથી દૂરના ખેતરોમાં પણ તેનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે. પરિણામે રખડતા ઢોર અને જંગલી પ્રાણીઓથી થતા પાકના નુકસાનમાં ઘટાડો થાય છે અને ખેડૂતોને વધુ ઉત્પાદન મેળવવામાં મદદ મળે છે.

ખેડૂતોએ સરકારની આ સહાય યોજનાને આવકારી હતી અને જણાવ્યું હતું કે સોલાર ઝટકા મશીનથી પાકનું વધુ સારી રીતે રક્ષણ થઈ રહ્યું છે. કૃષિ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આવી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે સમયાંતરે વેરીફિકેશન અને માર્ગદર્શનની કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande