
મહેસાણા, 30 જુલાઈ (હિ.સ.) : મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામોની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ચાલી રહેલા કામોની પ્રગતિ અને ગુણવત્તાનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આંબેડકર ચોકથી માનવ આશ્રમ રોડ સુધીના આઇકોનિક રોડના નિર્માણ પૂર્વે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનની સ્થિતિનું પણ સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રોડ નિર્માણ દરમિયાન વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુચારૂ રહે અને ભવિષ્યમાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે જરૂરી આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યો ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તેમજ નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં આવે તે અંગે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને જરૂરી સૂચનાઓ આપી હતી. નાગરિકોને સુવિધા મળે અને શહેરના માળખાકીય વિકાસને વધુ ગતિ મળે તે દિશામાં કામગીરી કરવા પણ ભાર મૂકાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR