માઢી ગામ પ્લગ નર્સરીનું હબ બન્યું: વર્ષે 70 કરોડથી વધુ ધરૂનો ઉછેર, રૂ.100 કરોડથી વધુનો વેપાર
મહેસાણા, 30 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું માઢી ગામ પ્લગ નર્સરી ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી રહ્યું છે. ગામમાં અંદાજે 300 વીઘા જમીનમાં 200થી વધુ હાઇ-ટેક નર્સરી યુનિટ કાર્યરત છે, જ્યાં દર વર્ષે 70 કરોડથી વધુ ધરૂ તૈયાર થાય છે. આ ધરૂ
માઢી ગામ પ્લગ નર્સરીનું હબ બન્યું: વર્ષે 70 કરોડથી વધુ ધરૂનો ઉછેર, ₹100 કરોડથી વધુનો વેપાર


મહેસાણા, 30 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું માઢી ગામ પ્લગ નર્સરી ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી રહ્યું છે. ગામમાં અંદાજે 300 વીઘા જમીનમાં 200થી વધુ હાઇ-ટેક નર્સરી યુનિટ કાર્યરત છે, જ્યાં દર વર્ષે 70 કરોડથી વધુ ધરૂ તૈયાર થાય છે. આ ધરૂ ગુજરાતના 15 જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાનના સિરોહી-જાલોર અને મહારાષ્ટ્રના નંદુરબાર સુધી પહોંચે છે અને અંદાજે 6 લાખ એકરમાં શાકભાજીની ખેતી માટે ઉપયોગી બને છે.

માઢીમાં મરચાં, ટામેટાં, પપૈયા, કેપ્સિકમ, કોબીજ, ફ્લાવર, રીંગણ, કારેલા, કાકડી, તરબૂચ, શક્કરટેટી અને ગલગોટાના ધરૂનું ઉત્પાદન થાય છે. આ નર્સરી વ્યવસાયથી વાર્ષિક ₹100 કરોડથી વધુનું ટર્નઓવર થાય છે અને અંદાજે ₹50 કરોડનો નફો મેળવાય છે. ગામના 150થી વધુ પરિવારો આ વ્યવસાય સાથે જોડાયેલા છે અને 800થી વધુ મહિલાઓને રોજગારી મળી રહી છે.

પ્લગ નર્સરી પદ્ધતિમાં ટ્રેમાં સોઇલલેસ ધરૂ તૈયાર કરવામાં આવે છે. 80 ટકાથી વધુ અંકુરણ, મજબૂત મૂળ અને લગભગ 25 દિવસમાં ફેરરોપણી માટે તૈયાર થવું તેના મુખ્ય ફાયદા છે.

બાગાયત વિભાગની હાઇ-ટેક પ્લગ નર્સરી યોજના હેઠળ 65 ટકા સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે અને અત્યાર સુધી ₹9 કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. વદરાડ સેન્ટર ઑફ એક્સલન્સ દ્વારા તાલીમ અને ટેકનિકલ માર્ગદર્શન પણ આપવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande