મહેસાણાના નાગલપુરમાં વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
મહેસાણા, 30 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના નાગલપુર ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) દ્વારા વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નિયામક આયુષની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી, મહેસાણાના માર્ગદર્શન
નાગલપુરમાં વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો


મહેસાણા, 30 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના નાગલપુર ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) દ્વારા વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નિયામક આયુષની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી, મહેસાણાના માર્ગદર્શન હેઠળ કસ્બા આંગણવાડી, નાગલપુર ખાતે ગુરુવાર, 30 જુલાઈ 2026ના રોજ કેમ્પ યોજાયો હતો.

કેમ્પ દરમિયાન ઉપસ્થિત નાગરિકોનું આયુર્વેદિક પદ્ધતિથી નિદાન કરવામાં આવ્યું હતું અને જરૂરિયાત મુજબ વિનામૂલ્યે સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આયુર્વેદ આધારિત જીવનશૈલી, રોગપ્રતિકારક ક્ષમતા વધારવા અને સ્વાસ્થ્ય જાળવવા અંગે પણ લોકોને જરૂરી માહિતી આપવામાં આવી હતી.

કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આયોજકોના જણાવ્યા મુજબ કુલ 75 લાભાર્થીઓએ વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન અને સારવારનો લાભ મેળવ્યો હતો.

આયુષ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં આવા આરોગ્ય કેમ્પના આયોજન થકી લોકોને તેમના વિસ્તાર નજીક આયુર્વેદિક સારવાર અને આરોગ્યલક્ષી માર્ગદર્શન મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande