ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના રેડ એલર્ટને પગલે આવતીકાલે તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે
ભરૂચ, 30 જુલાઈ (હિ.સ.) : ભરૂચ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ અને હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં આપવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. હવામાન વિભાગના રેડ એલર્ટ તથા જિલ્લા કલેક્ટરની સૂચનાને ધ્યાનમાં રાખીને વિદ્યા
ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના રેડ એલર્ટને પગલે આવતીકાલે તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે


ભરૂચ, 30 જુલાઈ (હિ.સ.) : ભરૂચ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ અને હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં આપવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. હવામાન વિભાગના રેડ એલર્ટ તથા જિલ્લા કલેક્ટરની સૂચનાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે આવતીકાલે તારીખ 31 જુલાઈ 2026 ના રોજ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જારી કરાયેલા સત્તાવાર સર્ક્યુલર મુજબ, જિલ્લામાં ભારે વરસાદ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભવિત પરિસ્થિતિને જોતાં વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે.

આ આદેશ જિલ્લાની તમામ પ્રકારની સંસ્થાઓને લાગુ પડશે. સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, CBSE તથા ICSE બોર્ડ સંલગ્ન તમામ શાળાઓ, તમામ કોલેજો અને આઈટીઆઈ સંસ્થાઓ. તંત્ર દ્વારા શાળા સંચાલકો અને વાલીઓને અપીલ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાના આચાર્યો અને સંચાલકોને આ આદેશનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે. સાથે જ વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદની સ્થિતિમાં બાળકોને ઘરની બહાર ન મોકલવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સુરક્ષા વિષયક સૂચનાઓનું પાલન કરવું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande