સુરતમાં ભારે વરસાદના રેડ એલર્ટને પગલે રેસ્ક્યુ ટીમ એલર્ટ: દરેક ફાયર સ્ટેશન પર જરૂરી બચાવ સામગ્રી સાથે તૈયાર ફાયરફાઈટર્સ
સુરત, 30 જુલાઈ (હિ.સ.) : તારીખ 31 જુલાઈ અને તારીખ 1 ઓગસ્ટ દરમિયાન સુરત શહેરમાં ભારે વરસાદ અને તીવ્ર પવનની આગાહીને પગલે મહાનગર પાલિકા દ્વારા સંભવિત પરિસ્થિતિઓનો સામનો કરવા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. વૃક્ષ ધરાશાયી થવાની કે કોઈ પણ રેસ્ક્યુ કોલ માટે
Surat


સુરત, 30 જુલાઈ (હિ.સ.) : તારીખ 31 જુલાઈ અને તારીખ 1 ઓગસ્ટ દરમિયાન સુરત શહેરમાં ભારે વરસાદ અને તીવ્ર પવનની આગાહીને પગલે મહાનગર પાલિકા દ્વારા સંભવિત પરિસ્થિતિઓનો સામનો કરવા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. વૃક્ષ ધરાશાયી થવાની કે કોઈ પણ રેસ્ક્યુ કોલ માટે શહેરના દરેક ફાયર સ્ટેશન પર જરૂરી બચાવ સામગ્રી સાથે એક ટીમ તૈયાર કરાય છે. તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા ઉધના ઝોન-બીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને નજીકના નિર્ધારિત રાહત કેન્દ્ર સુધી સુરક્ષિત પહોંચાડવા માટે ડોર-ટુ-ડોર વાહનો દ્વારા સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં મોટાભાગના શહેરોમાં ભારે થી અતિ ભારે વરસાદને અનુલક્ષીને એલર્ટ આપવામાં આવ્યું છે, અને તંત્ર દ્વારા લોકોને અગત્યના કામ સિવાય બહાર ના નીકળવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande