વિવાદીત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની સુરેન્દ્રનગરમાંથી સુરત પોલીસે ધરપકડ કરી
સુરેન્દ્રનગર/અમદાવાદ, 30 જુલાઇ (હિ.સ.) : મેટા કંપનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુથને મેસેજ આપ્યો તે વીડિયો હટાવી દીધો. મેટાએ માફી પણ માગી. દિલ્હીના જંતર-મંતર પર આંદોલન કરનારા જેન ઝીને આઈડેન્ટીફાઈ કરી કરીને તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરવામાં આ
social media influencer Kirti Patel


સુરેન્દ્રનગર/અમદાવાદ, 30 જુલાઇ (હિ.સ.) : મેટા કંપનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુથને મેસેજ આપ્યો તે વીડિયો હટાવી દીધો. મેટાએ માફી પણ માગી. દિલ્હીના જંતર-મંતર પર આંદોલન કરનારા જેન ઝીને આઈડેન્ટીફાઈ કરી કરીને તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરવામાં આવી રહ્યા છે. આની વચ્ચે ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર કીર્તિ પટેલનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. 13 લાખ ફોલોઅર્સના જોરે પોલીસને પણ ધમકાવતી કીર્તિ પટેલનું ઈન્સ્ટાગ્રામ નામનું હથિયાર પોલીસે છીનવી લીધું છે. છતાં કીર્તિએ AK47 લખેલું ત્રીજું એકાઉન્ટ ખોલ્યું ને પોલીસને પડકાર ફેંક્યો.

વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની સુરત પોલીસે સુરેન્દ્રનગરમાંથી ધરપકડ કરી છે. સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક જૂના કેસમાં કાર્યવાહી કરતાં પોલીસે રતનપર સ્થિત અવધેશ્વર ટાઉનશિપમાં આવેલા તેમના નિવાસસ્થાનેથી કીર્તિ પટેલને ઝડપી પાડી છે. ધરપકડ બાદ વધુ પૂછપરછ અને કાયદાકીય કાર્યવાહી માટે તેમને સુરત લઈ જવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, આ કાર્યવાહી ભાવનગરના વેપારી તથા મહિલા સરપંચના પતિ રાજુ ભમ્મરે નોંધાવેલી ફરિયાદના આધારે કરવામાં આવી છે. ફરિયાદમાં કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે સોશિયલ મીડિયા મારફતે પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ, ધમકી અને અન્ય ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ ફરિયાદના આધારે પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ તેમજ માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ)ની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ જ કેસમાં હવે કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ સ્ટેશન બહારનો વીડિયો થયો હતો વાયરલ - આ કેસ નોંધાયા બાદ કીર્તિ પટેલે પુણા પોલીસ સ્ટેશનની બહાર એક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં તેમણે ફરિયાદ કરનાર રાજુ ભમ્મરને ખુલ્લો પડકાર આપતાં નિવેદન આપ્યું હતું.

આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. 13 લાખ ફોલોઅર્સ, બે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે અન્ય એક AK47 લખેલું નવું એકાઉન્ટ શરૂ કર્યું હોવાની પણ ચર્ચા છે.

હાલ પોલીસે કીર્તિ પટેલની ધરપકડ બાદ કેસમાં વધુ પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર મામલાની તપાસ ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande