પાવીજેતપુર તાલુકાના અણિયાદ્રિ ગામે શોર્ટ સર્કિટથી મકાનમાં ભીષણ આગ: ઘરવખરી, દાગીના, રોકડ સહિત લાખોનું નુકસાન
છોટાઉદેપુર, 30 જુલાઈ (હિ.સ.) : પાવીજેતપુર તાલુકાના અણિયાદ્રિ ગામના કઠામ ફળિયામાં શોર્ટ સર્કિટના કારણે રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગતાં સમગ્ર મકાન બળીને ખાખ થઈ ગયું હતું. આ ઘટનામાં ઘરવપરાશનો તમામ સામાન, સોના-ચાંદીના ઘરેણાં, ₹1,50,000ની રોકડ રકમ, મહત્વ
આગ


આગ


છોટાઉદેપુર, 30 જુલાઈ (હિ.સ.) : પાવીજેતપુર તાલુકાના અણિયાદ્રિ ગામના કઠામ ફળિયામાં શોર્ટ સર્કિટના કારણે રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગતાં સમગ્ર મકાન બળીને ખાખ થઈ ગયું હતું. આ ઘટનામાં ઘરવપરાશનો તમામ સામાન, સોના-ચાંદીના ઘરેણાં, ₹1,50,000ની રોકડ રકમ, મહત્વના દસ્તાવેજો, અનાજ તેમજ ઘાસચારો સહિતની કિંમતી ચીજવસ્તુઓ આગમાં નષ્ટ થઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ, અણિયાદ્રિ ગામે મકાન નં. ૧૧૫માં રહેતા રાઠવા ભીમસિંગભાઈ મોહનભાઈના ઘરે મોડી રાત્રે અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાની જાણ થતાં તરત જ અગ્નિશમન વિભાગના મુખ્ય કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. જાણ મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

ઘટનાના સમયે પરિવારના સભ્યો ઘરમાં હાજર હતા, પરંતુ સમયસર બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે આગના કારણે પરિવારને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ ઘટનાએ સમગ્ર અણિયાદ્રિ ગામમાં ચકચાર મચાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande