મુંબઈના ડોક્ટર સાથે ત્રણ લાખમાં 8 દિવસના નવજાતનો સોદો,મહેસાણાના ગામથી દંપતી ડિલિવરી કરવા જતા ઝડપાયું
વડોદરા,30 જુલાઇ (હિ.સ.) અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે-48 પર આવેલી લેજન્ડ હોટલ નજીક બસમાંથી, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે એક દંપતીને ઝડપી પાડી 8 દિવસના નવજાત બાળકને મુક્ત કરાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈના ડોક્ટર સાથે 3 લાખમાં આ બાળકની તસ્ક
મુંબઈના ડોક્ટર સાથે ત્રણ લાખમાં 8 દિવસના નવજાતનો સોદો,મહેસાણાના ગામથી દંપતી ડિલિવરી કરવા જતા ઝડપાયું


વડોદરા,30 જુલાઇ (હિ.સ.) અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે-48 પર આવેલી લેજન્ડ હોટલ નજીક બસમાંથી, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે એક દંપતીને ઝડપી પાડી 8 દિવસના નવજાત બાળકને મુક્ત કરાવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈના ડોક્ટર સાથે 3 લાખમાં આ બાળકની તસ્કરી કરવાનો સોદો થયો હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. પોલીસે દંપતી સહિત આ કૌભાંડમાં સંડોવાયેલા કુલ 8 આરોપીઓ સામે, ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડીસીબી પોલીસ સ્ટેશનને મળેલી ચોક્કસ બાતમીના આધારે, હાઈવે પર ઉભેલી બસમાં તપાસ કરતા પાટણ જિલ્લાના ચાટાવાડાના રહેવાસી મનોજ કેશાભાઈ રાવળ અને તેમના પત્ની વિણા રાવળ તેમના 8 વર્ષના પુત્ર તથા 8 દિવસના નવજાત બાળક સાથે મળી આવ્યા હતા.

બંનેની સઘન પૂછપરછમાં મુંબઈના એક કથિત ડોક્ટર સાથે, બાળકનો 3 લાખમાં સોદો નક્કી થયો હતો. સોદામાંથી 2 લાખ બાળકના માતા-પિતાને, 10 હજાર દલાલી પેટે નગીન નામના શખ્સને અને 20 હજાર બાળકને, મુંબઈ પહોંચાડવા બદલ મનોજભાઈ તથા વિણાબેનને મળવાના હતા. વિણાબેનના ભાઈ સુનિલ રાવળ અને દલાલ શ્રવણ પારગીએ, મુંબઈના ડોક્ટર સાથે સંપર્ક કરાવી આપ્યો હતો.

રેસ્ક્યુ કરાયેલા આઠ દિવસના નવજાત બાળકને તબીબી સારવાર અને સભાળ માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. વડોદરા પોલીસે આ મામલે, મનોજ રાવળ, વિણાબેન રાવળ, સુનિલ રાવળ, નગીન, દલાલ શ્રવણ પારગી, બાળકના કથિત માતા-પિતા (બે અજાણ્યા વ્યક્તિઓ) અને મુંબઈના કથિત ડોક્ટર સહિત કુલ 8 લોકો સામે ભારતીય ન્યાય સંહિતા 2023 અને બાળ ન્યાય અધિનિયમ 2015 ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande