સંભવિત ભારે વરસાદ સામે જિલ્લા તંત્રની સજ્જતા અંગે સમીક્ષા બેઠક યોજાઈ.
પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીના અનુસંધાને જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓની સમીક્ષા માટે જિલ્લા કક્ષાના અધિકારીઓની બેઠ
સંભવિત ભારે વરસાદ સામે જિલ્લા તંત્રની         સજ્જતા અંગે સમીક્ષા બેઠક યોજાઈ.


સંભવિત ભારે વરસાદ સામે જિલ્લા તંત્રની         સજ્જતા અંગે સમીક્ષા બેઠક યોજાઈ.


સંભવિત ભારે વરસાદ સામે જિલ્લા તંત્રની         સજ્જતા અંગે સમીક્ષા બેઠક યોજાઈ.


પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીના અનુસંધાને જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓની સમીક્ષા માટે જિલ્લા કક્ષાના અધિકારીઓની બેઠક યોજાઈ હતી.

જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ તમામ અધિકારીઓને સંભવિત ભારે વરસાદની સ્થિતિમાં સંપૂર્ણ સતર્કતા રાખવા તેમજ જરૂર જણાય તો નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોનું સમયસર અને સુરક્ષિત સ્થળાંતર કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી પૂર્વ તૈયારીઓ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડેમ ઓવરફ્લો થવાની સંભાવના ઊભી થાય તે પહેલાં જ પાણી છોડવા માટે જરૂરી આયોજન કરવામાં આવે તેમજ સંભવિત આપત્તિની સ્થિતિમાં તમામ વિભાગોના અધિકારીઓ એલર્ટ મોડમાં રહી તાત્કાલિક પ્રતિસાદ આપી શકે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં સૂચના આપી હતી. અને સંભવિત ભારે વરસાદની આગાહી વચ્ચે પોરબંદરના નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

નિવાસી અધિક કલેક્ટર એ.ડી. મિયાત્રાએ જિલ્લામાં સંભવિત ભારે વરસાદને પગલે રાહત અને બચાવ કામગીરી માટે કરવામાં આવેલી તૈયારીઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.

બેઠકમાં નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોનું સ્થળાંતર, શેલ્ટર હોમની વ્યવસ્થા, ભોજન સહિતની આવશ્યક સુવિધાઓ, સાયક્લોન સેન્ટરોની તૈયારીઓ, બચાવ માટેના સાધનો અને સામગ્રીની ઉપલબ્ધતા, પશુધનની સુરક્ષા, આરોગ્ય કેન્દ્રોમાં દવાઓ અને તબીબી સેવાઓની વ્યવસ્થા, ભારે પવનની સ્થિતિમાં જોખમી હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી તેમજ વીજ પુરવઠો સહિતની આવશ્યક સેવાઓ અવિરત રહે તે માટેના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મહાનગરપાલિકા કમિશનર ટી.સી. તીરથાણી, નાયબ પોલીસ અધિક્ષક ઋતુબેન રાબા, નાયબ કલેક્ટર ભાવીન કથીરીયા, નાયબ કમિશનર હર્ષ પટેલ, પ્રાંત અધિકારી સંદીપ જાદવ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande