પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્વસહાય જૂથો અને લોકલ કારીગરો માટે વ્યવસાય વિકાસ અંગે વર્કશોપ યોજાયો.
પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડ ખાતે મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા સ્વસહાય જૂથો અને લોકલ કારીગરોને પોતાના વ્યવસાયનો વિકાસ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં અ
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્વસહાય         જૂથો અને લોકલ કારીગરો માટે વ્યવસાય વિકાસ અંગે વર્કશોપ યોજાયો.


પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્વસહાય         જૂથો અને લોકલ કારીગરો માટે વ્યવસાય વિકાસ અંગે વર્કશોપ યોજાયો.


પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડ ખાતે મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા સ્વસહાય જૂથો અને લોકલ કારીગરોને પોતાના વ્યવસાયનો વિકાસ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપમાં અમદાવાદની કારીગર ક્લિનિક સંસ્થાના હિના શુકલ અને તેમની ટીમે ઉપસ્થિત સ્વસહાય જૂથોના બહેનો તથા સ્થાનિક કારીગરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પી.પી.ટી.ના માધ્યમથી વ્યવસાય વિકાસના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

વર્કશોપ દરમિયાન બિઝનેસ થેરાપી, ડિઝાઇન થેરાપી, બ્રાન્ડ થેરાપી, માર્કેટ થેરાપી સહિતના મહત્વપૂર્ણ વિષયો પર તાલીમ આપી ભાગ લેનાર તાલીમાર્થીઓને પોતાના ઉત્પાદનોની ગુણવત્તા, બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને વ્યવસાયિક વિકાસ માટે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે એન.યુ.એલ.એમ. પ્રોજેક્ટના મેનેજર આરતીબેન ત્રિવેદી, કો-ઓર્ડિનેટર અલ્પાબેન મકવાણા, મનીષાબેન ચાંચીયા તેમજ મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ અને સમાજકાર્યના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande