ધોલી ડેમ બાદ નેત્રંગ તાલુકાના માધ્યમ સિંચાઈ યોજનાના બલદવા અને પીંગોટ ડેમ ઓવરફ્લો
- પીંગોટ ડેમ વિસ્તારમાં 11.28 ઇંચ વરસાદ તો બલદવા 12.16 ઇંચ જ્યારે નેત્રંગ તાલુકામાં 11 ઈંચ ખાબક્યો. ભરૂચ 31 જુલાઈ (હિ.સ.) : ભરૂચ જિલ્લાના ત્રણ મુખ્ય મધ્યમ સિંચાઈ યોજનાના ડેમ છે, જેમાં ધોલી, પીંગોટ અને બલદવા ડેમ છે.આ ત્રણેય ડેમ આજે ઓવરફ્લો થઈ ગયા છ
ધોલી ડેમ બાદ નેત્રંગ તાલુકાના માધ્યમ સિંચાઈ યોજનાના બલદવા અને પીંગોટ ડેમ ઓવરફ્લો


ધોલી ડેમ બાદ નેત્રંગ તાલુકાના માધ્યમ સિંચાઈ યોજનાના બલદવા અને પીંગોટ ડેમ ઓવરફ્લો


- પીંગોટ ડેમ વિસ્તારમાં 11.28 ઇંચ વરસાદ તો બલદવા 12.16 ઇંચ જ્યારે નેત્રંગ તાલુકામાં 11 ઈંચ ખાબક્યો.

ભરૂચ 31 જુલાઈ (હિ.સ.) : ભરૂચ જિલ્લાના ત્રણ મુખ્ય મધ્યમ સિંચાઈ યોજનાના ડેમ છે, જેમાં ધોલી, પીંગોટ અને બલદવા ડેમ છે.આ ત્રણેય ડેમ આજે ઓવરફ્લો થઈ ગયા છે અને જેના લીધે ખેડૂતોમાં આનંદ સાથે ચિંતા છવાયેલી છે. હાલ આ ત્રણેય ડેમ તેના હાઈ ફ્લડ લેવલથી નજીક ભારે વરસાદને લઈ આવી ગયા છે .

પીંગોટ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સવારથી અત્યાર સુધી 282 એમ.એમ. વરસાદ વરસ્યો છે. સીઝનનો કુલ વરસાદ 1030 એમએમ થયો છે .ડેમમાં પાણીની આવક 6200 ક્યુસેક છે જેની સામે તેના વેસ્ટ વિયરમાંથી જાવક 6200 ક્યુસેક છે એટલે કિમ નદીમાં હાલ ભારે પૂર વહી રહ્યું છે.પીંગોટ ડેમ આજની તારીખમાં ચાર વાગ્યે ઓવરફ્લો સપાટી 140.60 મીટર હતી એટલે કે 0.90 મીટર ઓવરફ્લો થઈ રહ્યો છે.ડેમમાં પાણી કુલ 8.96 એમસીએમ સંગ્રહ થઈ શકે છે હાલમાં 8.71 એમસીએમ પાણીનો જથ્થો ડેમમાં સમાયેલો છે .

બલદવા ડેમ આજે સવારથી જ ઓવરફ્લો થઈ ગયો છે .ડેમની ઓવરફ્લો સપાટી 142.20 મીટર પર પહોંચી ગઈ છે એટલે કે 0.70 મીટર ઓવરફ્લો થઈ રહ્યો છે.ડેમમાં પાણી કુલ 9.28 એમસીએમ સંગ્રહ થઈ શકે છે હાલમાં 8.97 એમસીએમ પાણીનો જથ્થો ડેમમાં સમાયેલો છે .બલદવા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સવારથી અત્યાર સુધી 304 એમ.એમ. વરસાદ વરસ્યો છે. સીઝનનો કુલ વરસાદ 1080 એમએમ થયો છે. ડેમમાં પાણીની આવક 6737 ક્યુસેક છે જેની સામે તેના વેસ્ટ વિયરમાંથી જાવક 6737 ક્યુસેક છે એટલે કિમ નદીમાં હાલ ભારે પૂર વહી રહ્યું છે. નીચાણ વાળા ગામડાઓને ગઇકાલથી જ સાવધ કરી દેવાયા હતા.

ધોલી ડેમ આગલા વરસાદે એટલે કે 23 જુલાઈના ઓવરફ્લો થઈ ગયો હતો .ડેમની ઓવરફ્લો સપાટી 136.45 મીટર પર પહોંચી ગઈ છે જેની ઓવરફલો સપાટી 136.00 મીટર એટલે કે 0.45 મીટર ઓવરફ્લો થઈ રહ્યો છે.ડેમમાં પાણી કુલ 14.98 એમસીએમ સંગ્રહ થઈ શકે છે હાલમાં 12.97 એમસીએમ પાણીનો જથ્થો ડેમમાં સમાયેલો છે . ધોલી ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સવારથી અત્યાર સુધી 50 એમ.એમ. વરસાદ વરસ્યો છે. સીઝનનો કુલ વરસાદ 523 એમએમ થયો છે .ડેમમાં પાણીની આવક 4560 ક્યુસેક છે જેની સામે તેના વેસ્ટ વિયરમાંથી જાવક 4560 ક્યુસેક છે એટલે મધુમતી નદીમાં હાલ ભારે પૂર વહી રહ્યું છે.નીચાણ વાળા ગામડાઓને 23 જુલાઈથી જ સાવધ કરી દેવાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande