

પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત પ્રોજેક્ટ ડાયરેક્ટર સીમા જે. શર્માના માર્ગદર્શન હેઠળ આત્મા વિભાગના રાજ કારેણા દ્વારા જિલ્લાના ખેડૂતો માટે પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત રાણાવાવ તાલુકાના ખેડૂતોને ગિરીશ ગોઢાણીયાના બીઆરસી સેન્ટરની મુલાકાત કરાવવામાં આવી હતી.
પ્રેરણા પ્રવાસમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો જેવા કે જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, અચ્છાદન (મલ્ચિંગ) અને મિશ્ર પાક પદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને દશપર્ણ અર્ક જેવા પ્રાકૃતિક અસ્ત્રોના ઉપયોગ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ખેડૂતોને ખરીફ ઋતુના પિયત તથા બિનપિયત પાકો તેમજ બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ સફળતાપૂર્વક અપનાવી વધુ ઉત્પાદન સાથે ટકાઉ ખેતી કેવી રીતે કરી શકાય તે અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya