
પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહીના અનુસંધાને પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ જિલ્લાના નાગરિકોને સતર્ક રહેવા તેમજ જિલ્લા તંત્ર અને હવામાન વિભાગ દ્વારા સમયાંતરે આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો છે.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે ભારે વરસાદ પરિસ્થિત સર્જાય તે દરમિયાન અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવું નહી અને નદી, ચેકડેમ, તળાવ, દરિયાકિનારા તેમજ પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવુંઉપરાંત, ઘરમાં જરૂરી અનાજ, પીવાનું પાણી, દવાઓ, ટોર્ચ, મોબાઇલ ચાર્જર અથવા પાવર બેંક સહિતની આવશ્યક સામગ્રી અગાઉથી ઉપલબ્ધ રાખવી.
તેમણે વધુમાં જણાવ્યું કે વરસાદ દરમિયાન પાણી ભરાયેલા રસ્તાઓ પરથી વાહન ચલાવવાનું કે પસાર થવાનું ટાળવું તેમજવીજળીના થાંભલા, તૂટેલા વીજ વાયર અને જોખમી વૃક્ષોથી સુરક્ષિત અંતર જાળવવું. મોબાઇલ ફોન સંપૂર્ણ ચાર્જ રાખવો અને કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરવો કે તેને સોશિયલ મીડિયામાં પ્રસારિત ન કરવી.
વધુમાં જિલ્લા કલેક્ટરે નાગરિકોને અપીલ કરી કે ભારે વરસાદ કે કોઈપણ પરિસ્થિતિ સર્જાય તો સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ, ફાયર બ્રિગેડ અથવા જિલ્લા કંટ્રોલ રૂમનો તાત્કાલિક સંપર્ક કરી તંત્રને સહકાર આપવા જરૂરી મદદ મેળવવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya