
પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) પોરબંદર તાલુકાના કોલીખડા ગામેબેદરકારીપૂર્વક ટ્રક રિવર્સ લેતા 62 વર્ષીય વૃદ્ધનુંમોત નીપજતાં ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદનોંધાઈ છે.
કોલીખડા ગામે રામાપીરના દુવારા પાસે રહેતા કરશન જેઠાભાઈ કટારા એ કોલીખડા ગામના જ ટ્રક ચાલક લાખા રામાભાઈ ચાચિયા સામે ફરિયાદ નોંધાવીછે.ફરિયાદ મુજબ, તેમના પિતા જેઠાભાઈ મરૂભાઈ કટારા ચાલીને પોતાનાઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન કોલીખડાગામે રામાપીરના દુવારા પાસે પહોંચતા આરોપીલાખા રામાભાઈ ચાચિયા પોતાના કબજાના ટ્રક ને જાહેર માર્ગ પરબેદરકારી અને ગફલતભરી રીતે રિવર્સ લઈરહ્યો હતો. આ દરમિયાન ટ્રકના પાછળના વ્હીલનીચે જેઠાભાઈ આવી જતા ગંભીર અકસ્માતસર્જાયો હતો.અકસ્માતમાં જેઠાભાઈના ડાબાપગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવઅંગે પોલીસે ટ્રક ચાલક સામે બેદરકારીથી વાહનહંકારી અકસ્માત સર્જી મોત નિપજાવવાનો ગુનોનોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya