પોરબંદર જિલ્લામાં અનુસૂચિત જાતિના ખેડુતોને શાકભાજી પાકોની કીટનું વિનામૂલ્યે વિતરણ
પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) : નાયબ બાગાયત નિયામકની કચેરી, પોરબંદર દ્વારા અનુસૂચિત જાતિના ખેડુતોને પ્રોત્સાહન આપવા અને શાકભાજી પાકોના વાવેતરને વેગ મળે તે હેતુથી કુતિયાણા તાલુકાના કંટોલ ગામ ખાતે શાકભાજી પાકોની કીટનું વિનામૂલ્યે વિતરણ
પોરબંદર જિલ્લામાં અનુસૂચિત જાતિના  ખેડુતોને શાકભાજી પાકોની કીટનું વિનામૂલ્યે વિતરણ.


પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) : નાયબ બાગાયત નિયામકની કચેરી, પોરબંદર દ્વારા અનુસૂચિત જાતિના ખેડુતોને પ્રોત્સાહન આપવા અને

શાકભાજી પાકોના વાવેતરને વેગ મળે તે હેતુથી કુતિયાણા તાલુકાના કંટોલ ગામ ખાતે

શાકભાજી પાકોની કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ હેઠળ કુતિયાણા તાલુકાના

અનુસૂચિત જાતિના લાભાર્થી ખેડુતોને રૂ. 2,000 મૂલ્યની કુલ

54 શાકભાજી કીટોનું વિતરણ કરવામાં આવ્યું

હતું. કીટમાં વિવિધ શાકભાજીના ગુણવત્તાયુક્ત બિયારણ, જૈવિક ખાતર તેમજ પ્લાસ્ટિક ક્રેટ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો,

જેથી ખેડુતોને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવામાં

સહાય મળે રહે.

આ પ્રસંગે ખેડુતોને કીટમાં સમાવિષ્ટ

જૈવિક ખાતરના યોગ્ય ઉપયોગ કી

રીતે કરવો, તેના ફાયદાઓ તેમજ શાકભાજી પાકોના

વૈજ્ઞાનિક વાવેતર કી

રીતે કરવું તે અંગે યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande