
અમદાવાદ,31 જુલાઇ (હિ.સ.) . ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજા બુલેટિન મુજબ પૂર્વ વિદર્ભ અને પશ્ચિમ-મધ્ય છત્તીસગઢ પર સક્રિય ડિપ્રેશન હવે પશ્ચિમ-મધ્ય વિદર્ભ અને દક્ષિણ મધ્યપ્રદેશ તરફ આગળ વધ્યું છે. આગામી 24 કલાકમાં તે નબળું પડી નોંધપાત્ર લો-પ્રેશર એરિયામાં ફેરવાશે, પરંતુ તેની અસર હેઠળ ગુજરાતમાં 6 ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
‘રેડ એલર્ટ’ની આગાહી સાથે અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે.અતિ ભારે વરસાદની આગાહીને પગલે શહેરની દરેક શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. પરંતુ બપોરના 12 વાગ્યા સુધી શહેરના કોઈપણ વિસ્તારમાં જરાય પણ વરસાદ જોવા મળ્યો ન હતો અને ઉપરથી તડકો જોવા મળ્યો હતો.
જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી જેને પગલે શહેરની દરેક શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. પરંતુ બપોરના 12 વાગ્યા સુધી શહેરમાં અતિશય તડકો જોવા મળ્યો હતો.જોકે બપોર બાદ નરોડા, શાહીબાગ, હંસપુરા, દિલ્હી દરવાજા સહિતના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા આવતીકાલે પણ એટલે કે, 1 ઓગસ્ટના રોજ અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ અને આણંદમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે કચ્છ વાવ થરાદ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મોરબી બોટાદ ભાવનગર અને ભરૂચમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ