ભારે વરસાદની આગાહીને પગલે સુરતમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં તા.1 ઓગસ્ટના રોજ રજા જાહેર
સુરત, 31 જુલાઈ (હિ.સ.) : ભારતીય હવામાન વિભાગ દ્વારા તા.01 ઓગસ્ટ 2026 દરમિયાન સુરત જિલ્લામાં વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને દર્શાવતા ''રેડ એલર્ટ'' જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આ આગાહીને ધ્યાને લઈ જિલ્લામાં વાવાઝોડા અ
શૈક્ષણિક સંસ્થાઓમાં તા.31 જુલાઈ અને તા.1 ઓગસ્ટના રોજ રજા જાહેર


સુરત, 31 જુલાઈ (હિ.સ.) : ભારતીય હવામાન વિભાગ દ્વારા તા.01 ઓગસ્ટ 2026 દરમિયાન સુરત જિલ્લામાં વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને દર્શાવતા 'રેડ એલર્ટ' જાહેર કરવામાં

આવ્યું છે.

હવામાન

વિભાગની આ આગાહીને ધ્યાને લઈ જિલ્લામાં વાવાઝોડા અને ભારે વરસાદના કારણે કોઈ

અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન ઘટે તેમજ વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી જળવાઈ

રહે તે હેતુથી સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ તેજસ પરમારે એક મહત્વપૂર્ણ જાહેરનામું

બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા

અનુસાર સુરત જિલ્લાના તમામ શહેરી તેમજ ગ્રામીણ (તાલુકા) વિસ્તારોમાં આવેલી

આંગણવાડીઓ,

સરકારી

તથા ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ITI, કોલેજો, ખાનગી

ટ્યુશન/કોચિંગ ક્લાસીસ અને અન્ય તમામ ખાનગી તથા જાહેર શૈક્ષણિક સંસ્થાઓમાં

શૈક્ષણિક કાર્ય તા. 31/07/2026 અને તા.01/08/2026 પૂર્ણપણે બંધ રાખવાનો હુકમ કર્યો

છે. આ હુકમ સમગ્ર સુરત જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર સહિતને લાગુ પડશે.

જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 મુજબ

કાનૂની કાર્યવાહી અને શિક્ષા કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande