
પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) રાણાવાવ તાલુકાના મોકર ગામેથી 12 વર્ષના બાળકનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. 12 વર્ષીય બાળકનું અપહરણ થતાં રાણાવાવ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના મુલસેજગાવ ગામના અને હાલ રાણાવાવ તાલુકાનામોકર ગામે રહેતા મહેશભાઈ દેવશંકરભાઈ બાપોદરાની વાડીએ રહેતા અને મજૂરી કરતાં નવલસિંહ ભીલાલાએ ફરિયાદ નોંધાવીછે.જે ફરિયાદ મુજબ, કોઈ અજાણ્યા શખ્સે તેમનાસગીર પુત્રને લલચાવી-ફોસલાવી બદકામ કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હતો.
બનાવબાદ પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, પરંતુબાળકનો કોઈ પત્તો ન લાગતા આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ બનાવ અંગેપોલીસે ગુનો નોંધી બાળક ની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya