મહેસાણામાં 1 થી 8 ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન ઉત્સવ સપ્તાહ’ની ઉજવણી
મહેસાણા,31 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં મહિલા સશક્તિકરણ અને મહિલા ઉત્કર્ષને પ્રોત્સાહન આપવા 1થી 8 ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન ઉત્સવ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે. સપ્તાહ દરમિયાન મહિલા સુરક્ષા, શિક્ષણ, સ્વાવલંબન, નેતૃત્વ, કલ્યાણ તેમજ આરોગ્ય અને પ
મહેસાણામાં 1થી 8 ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન ઉત્સવ સપ્તાહ’ની ઉજવણી


મહેસાણા,31 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં મહિલા સશક્તિકરણ અને મહિલા ઉત્કર્ષને પ્રોત્સાહન આપવા 1થી 8 ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન ઉત્સવ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે. સપ્તાહ દરમિયાન મહિલા સુરક્ષા, શિક્ષણ, સ્વાવલંબન, નેતૃત્વ, કલ્યાણ તેમજ આરોગ્ય અને પોષણ જેવા વિવિધ વિષયો પર જાગૃતિ કાર્યક્રમો યોજાશે.

આ ઉજવણીના ભાગરૂપે 4 ઓગસ્ટે મહિલાઓ માટે ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રોજગાર વિનિમય કચેરી અને મહિલા અને બાળ અધિકારીની કચેરી, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે યોજાનારો આ ભરતી મેળો સવારે 9:30 કલાકે ભીમનાથ મહાદેવ હોલ, પરા ટાવર ખાતે યોજાશે. ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ તેમજ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતી મહિલા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લઈ શકશે.

સપ્તાહ દરમિયાન 1 ઓગસ્ટે કાંસા ગામે ઘરેલુ હિંસા અધિનિયમ-2005 અંગે કાર્યક્રમ યોજાશે. 3 ઓગસ્ટે જગુદણ ખાતે બેટી બચાવો, બેટી પઢાવો દિવસની ઉજવણી થશે. 5 ઓગસ્ટે જિલ્લાની આગેવાન મહિલાઓનું સન્માન કરવામાં આવશે. 6 ઓગસ્ટે GIDCમાં કામ કરતી મહિલાઓ માટે કાર્યસ્થળે જાતીય સતામણી અધિનિયમ-2013 અંગે સેમિનાર યોજાશે. 7 ઓગસ્ટે આશરે 300 મહિલાઓ માટે જાગૃતિ શિબિર અને 8 ઓગસ્ટે મહિલાઓ તથા કિશોરીઓની આરોગ્ય-પોષણ તપાસ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande