સતલાસણા તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોને તાડપત્રી વિતરણ
મહેસાણા, 31 જુલાઈ (હિ.સ.) : સતલાસણા તાલુકાના વિવિધ ગામોમાં ગ્રામસેવકઓ દ્વારા કૃષિ વિભાગની યોજનાઓ અંતર્ગત ખેડૂતોને તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. AGR-2 અને AGR-4 યોજના હેઠળ તાડપત્રી ઘટકની ખરીદી માટે કૃષિ વિભાગ દ્વારા આપવામાં આવતી સહાયના ભાગર
સતલાસણા તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોને તાડપત્રી વિતરણ


મહેસાણા, 31 જુલાઈ (હિ.સ.) : સતલાસણા તાલુકાના વિવિધ ગામોમાં ગ્રામસેવકઓ દ્વારા કૃષિ વિભાગની યોજનાઓ અંતર્ગત ખેડૂતોને તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. AGR-2 અને AGR-4 યોજના હેઠળ તાડપત્રી ઘટકની ખરીદી માટે કૃષિ વિભાગ દ્વારા આપવામાં આવતી સહાયના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

યોજના અંતર્ગત પાત્ર લાભાર્થી ખેડૂતોને તાડપત્રી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ગ્રામસેવકઓ દ્વારા ખેડૂતોને યોજનાના લાભ, તાડપત્રીના ઉપયોગ તેમજ કૃષિ સંબંધિત કામગીરીમાં તેની ઉપયોગિતા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ખેડૂતો માટે તાડપત્રી પાકને વરસાદ, ભેજ અને અન્ય કુદરતી પરિસ્થિતિથી બચાવવા માટે ઉપયોગી સાધન છે. ખાસ કરીને પાકની લણણી બાદ તેને સુરક્ષિત રાખવામાં તાડપત્રી મહત્વની બની રહે છે.

સતલાસણા તાલુકાના વિવિધ ગામોમાં યોજાયેલા આ વિતરણ કાર્યક્રમથી પાત્ર ખેડૂતોને કૃષિ વિભાગની સહાયનો સીધો લાભ મળ્યો છે. સરકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે તે હેતુથી ગ્રામસેવકશ્રીઓ દ્વારા ગામડાઓમાં આવી કામગીરી કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande