
મહેસાણા, 31 જુલાઈ (હિ.સ.) સતલાસણા તાલુકાના વિવિધ ગામોમાં કૃષિ વિભાગની સહાયથી પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવાની કામગીરીને પ્રોત્સાહન આપવા સ્થળ મુલાકાત યોજવામાં આવી હતી. ગ્રામસેવકશ્રીઓ દ્વારા AGR-2 મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન યોજના હેઠળ ગોડાઉન ઘટકની ખરીદી માટે સહાય મેળવવા ઇચ્છુક લાભાર્થીઓના સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી.
સ્થળ મુલાકાત દરમિયાન ગોડાઉન બનાવવા માટેની જગ્યા, જરૂરી માળખાકીય બાબતો તેમજ યોજનાની માર્ગદર્શિકા અનુસાર જરૂરી વિગતોની ચકાસણી કરવામાં આવી હતી. ગ્રામસેવકશ્રીઓ દ્વારા લાભાર્થીઓને કૃષિ વિભાગ દ્વારા આપવામાં આવતી સહાય અને યોજનાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
પાકના સંગ્રહ માટે યોગ્ય ગોડાઉન ઉપલબ્ધ થવાથી ખેડૂતોને પાકનું યોગ્ય રીતે જતન કરવામાં મદદ મળી શકે છે. સાથે જ લણણી બાદ પાકને સુરક્ષિત રીતે સંગ્રહિત કરી યોગ્ય સમયે વેચાણ કરવાની તક મળવાથી ખેડૂતોને આર્થિક રીતે પણ લાભ થઈ શકે છે.
સતલાસણા તાલુકાના વિવિધ ગામોમાં યોજાયેલી આ સ્થળ મુલાકાતથી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન યોજના અંતર્ગત પાત્ર ખેડૂતોને સરકારી સહાયનો લાભ મળી રહે તે દિશામાં કામગીરીને વેગ મળ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR