ઓડિશામાં યોજાયેલી યુથ નેશનલ ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં શ્રી આદર્શ વિદ્યાલય બોટાદની ખેલાડીઓએ જીત્યો ગોલ્ડ મેડલ
બોટાદ, 31 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લાના શ્રી આદર્શ વિદ્યાલય (DLSS) માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ઓડિશાના કટક ખાતે યોજાયેલી 1st India Taekwondo Youth National Championshipમાં વિદ્યાલયની ત્રણ પ્રતિભાશાળી ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને Poomsae Taekwond
ગોલ્ડ મેડલ મેળવનાર


બોટાદ, 31 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લાના શ્રી આદર્શ વિદ્યાલય (DLSS) માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ઓડિશાના કટક ખાતે યોજાયેલી 1st India Taekwondo Youth National Championshipમાં વિદ્યાલયની ત્રણ પ્રતિભાશાળી ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને Poomsae Taekwondo Team Eventમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. આ સિદ્ધિથી માત્ર શાળાનું જ નહીં, પરંતુ સમગ્ર બોટાદ જિલ્લાનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવભેર ઉજ્જવળ બન્યું છે.

આ ગોલ્ડ મેડલ વિજેતા ટીમમાં મીઠાપરા આરતી, બાવળિયા કવિતા અને સાંગાણી એન્જલનો સમાવેશ થાય છે. ત્રણેય ખેલાડીઓએ ઉત્તમ તાલમેલ, કઠોર મહેનત અને આત્મવિશ્વાસના બળે રાષ્ટ્રીય સ્પર્ધામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો.

ખેલાડીઓની આ ઐતિહાસિક સફળતા પાછળ ટેકવોન્ડો કોચ અજય મૌર્ય અને ટ્રેનર પટેલ હેપ્પીનું સતત માર્ગદર્શન અને સમર્પિત તાલીમ મહત્વપૂર્ણ રહી છે. તેમના પ્રયાસોના પરિણામે ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યા છે.

આ સિદ્ધિ બદલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત વિકાસ અધિકારી, શ્રી આદર્શ વિદ્યાલય બોટાદ તેમજ સમગ્ર DLSS પરિવાર દ્વારા ખેલાડીઓ અને તેમના કોચિંગ સ્ટાફને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. શાળાના આચાર્ય સંજયભાઈ ધાધલ તથા તમામ શિક્ષકગણ અને સ્ટાફે ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ વિજય બોટાદ જિલ્લાના યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનશે અને ટેકવોન્ડો સહિત અન્ય રમતોમાં વધુ વિદ્યાર્થીઓને આગળ વધવા માટે ઉત્સાહિત કરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande