


પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.)પોરબંદર માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)
દ્વારા કડછ ગામને પરોડ વિસ્તાર સાથે જોડતા પરોડ અપ્રોચ રોડના સમારકામની
કામગીરી કરવામાં આવી હતી.
ઉપરવાસમાં
થયેલા વરસાદના કારણે, પરોડ અપ્રોચ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા જેને
કારણે આ રોડને નુકશાન થતાં આ રોડ પરથી અવર જવર માટે ગ્રામજનોને મુશ્કેલી પડતી હતી. આ સ્થિતિને ધ્યાનમાં
રાખી માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ક્ષતિગ્રસ્ત રોડનું તાત્કાલિક ધોરણે
સમારકામ કરવામાં આવ્યું હતું.
વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી
પૂર્ણ કરી માર્ગને ફરીથી વાહનવ્યવહાર માટે, સુરક્ષિત અને સુગમ બનાવવામાં આવ્યો છે.
જેના પરિણામે સ્થાનિક ગ્રામજનો તેમજ વાહનચાલકોને અવરજવરમાં પડતી મુશ્કેલીઓ, દૂર થઈ
છે અને માર્ગ પર સરળ અવરજવર પુનઃ શરૂ થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya