નેત્રંગ તાલુકામાં ભારે વરસાદને પગલે મૌઝા ગામમાં તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી શરૂ
- લુહાર ફળિયામાં વરસાદી પાણી ફરી વળતાં સ્થાનિક લોકોના જાનમાલની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્રની કામગીરી - 20 પરિવારોના આશરે 100 જેટલા લોકોને પ્રાથમિક શાળા, મૌઝા ખાતે સ્થળાંતરિત કરાયા- તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે
નેત્રંગ તાલુકામાં ભારે વરસાદને પગલે મૌઝા ગામમાં તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી શરૂ

નેત્રંગ તાલુકામાં ભારે વરસાદને પગલે મૌઝા ગામમાં તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી શરૂ

નેત્રંગ તાલુકામાં ભારે વરસાદને પગલે મૌઝા ગામમાં તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી શરૂ

નેત્રંગ તાલુકામાં ભારે વરસાદને પગલે મૌઝા ગામમાં તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી શરૂ

- લુહાર ફળિયામાં વરસાદી પાણી ફરી વળતાં સ્થાનિક લોકોના જાનમાલની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્રની કામગીરી

- 20 પરિવારોના આશરે 100 જેટલા લોકોને પ્રાથમિક શાળા, મૌઝા ખાતે સ્થળાંતરિત કરાયા- તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે

ભરૂચ, 31 જુલાઈ (હિ.સ.) : નેત્રંગ તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે મૌઝા ગામના લુહાર ફળિયામાં વરસાદી પાણી ફરી વળતાં સ્થાનિક લોકોના જાનમાલની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અજય મીણા એએસપી ઝઘડિયા તથા મામલતદાર કલ્પેશ ગળિયા નેત્રંગ સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળે જવા સમજાવ્યા હતા. ત્યારબાદ તલાટી કમ મંત્રી મૌઝા, સરપંચ મૌઝા તથા નેત્રંગ પોલીસની મદદથી અંદાજિત 20 પરિવારોના આશરે 100 જેટલા લોકોને પ્રાથમિક શાળા, મૌઝા ખાતે સ્થળાંતરિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે તેમજ નાગરિકોને ભારે વરસાદ દરમિયાન નદી, નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા તથા તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande