

પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) પોરબંદર ના નવીબંદર મરીન પોલીસે કેન્દ્ર સરકારના CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલાબે મોબાઇલ ફોન શોધી કાઢી ‘તેરાતુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત તેમનામૂળ માલિકોને પરત સોંપ્યા છે. બંને મોબાઇલની કુલ કિંમત રૂ. 32,498 છે.
પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષકનામાર્ગદર્શન હેઠળ રાણાવાવ વિભાગનાનાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી.સુતરિયાની સૂચના અનુસાર નવીબંદરમરીન પોલીસ સ્ટેશનની ટીમે CEIR પોર્ટલ પર સતત મોનીટરીંગ કરી ગુમથયેલા મોબાઇલ ફોન ટ્રેસ કર્યા હતા.ત્યારબાદ બંને મોબાઇલ તેમના મૂળમાલિકોને પરત આપવામાં આવ્યા હતા.પરત અપાયેલા મોબાઇલમાં બોખીરાના જેઠા રાણાભાઈ ઓડેદરાનો Redmi 15C 5G (રૂ. 16,999) તથા ધરમપુરના મહેશ જેઠાભાઈ કારાનો VIVO Y28 (રૂ. 15,499)નો સમાવેશ થાયછે. આ કામગીરીમાં પીઆઈ એસ.આર.ચૌધરી સહિત પોલીસ સ્ટાફે મહત્વનીભૂમિકા ભજવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya