વાલિયાના ડહેલી, રાજપરા અને તુણા ગામમાં કિમ નદીના પાણી ભરાયા
- તૃણા અઘોરેશ્વર મહાદેવ મંદિરે 5થી વધુ લોકો ફસાયા હોવાનો બનાવ બન્યો છે. ભરૂચ, 31 જુલાઈ (હિ.સ.) : ભારે વરસાદના પગલે વાલિયા તાલુકામાં કિમ નદી બે કાંઠે વહેતી થતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વાલિયા તાલુકાના ડહેલી ગામમાં નદીકાંઠે આવેલા ઘરોમાં પૂરના પાણ
વાલિયાના ડહેલી ,રાજપરા અને તુણા ગામમાં કિમ નદીના પાણી ભરાયા


વાલિયાના ડહેલી ,રાજપરા અને તુણા ગામમાં કિમ નદીના પાણી ભરાયા


વાલિયાના ડહેલી ,રાજપરા અને તુણા ગામમાં કિમ નદીના પાણી ભરાયા


વાલિયાના ડહેલી ,રાજપરા અને તુણા ગામમાં કિમ નદીના પાણી ભરાયા


- તૃણા અઘોરેશ્વર મહાદેવ મંદિરે 5થી વધુ લોકો ફસાયા હોવાનો બનાવ બન્યો છે.

ભરૂચ, 31 જુલાઈ (હિ.સ.) : ભારે વરસાદના પગલે વાલિયા તાલુકામાં કિમ નદી બે કાંઠે વહેતી થતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વાલિયા તાલુકાના ડહેલી ગામમાં નદીકાંઠે આવેલા ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી તંત્ર દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી અને રાજપરા ગામ નજીક ફરી ડાઈવર્ઝન ઉપર પાણી ફરી વળ્યાં હતા.

વાલિયા તાલુકામાં ભારે વરસાદને પગલે 6 જેટલા માર્ગો બંધ કરાયા. વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી-રાજપરા ડાઈવર્ઝન ધોવાતા માર્ગ બંધ, દેસાડ-ભમાડિયા, પઠાર-ઝોકલા, પઠાર-ઝાંઝર ફળીયા, દોલતપુર-સેવડ, પેટીયા-કવચિયા, પાતલ-ભરાડીયા. વાલિયા તાલુકાના તુણા ગામ પાસે કિમ નદીના પુલ પર પાણી ફરી વળ્યાં.

બીજી તરફ, વાલિયા તાલુકાના તુણા ગામ ખાતે કિમ નદીના કિનારે આવેલા પ્રસિદ્ધ અઘોરેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં અચાનક પૂરના પાણી ફરી વળતાં 5થી વધુ લોકો ફસાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ ઘટના અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે મંદિર પરિસરમાં લોકો ફસાયેલા નજરે પડે છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. પૂરના કારણે અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા હોવાથી વાહનચાલકોને આ માર્ગોનો ઉપયોગ ન કરવા અને અન્ય વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande