નર્મદા જિલ્લાના સાગબારા-ગરુડેશ્વરમાં બે કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ
રાજપીપળા/અમદાવાદ,31 જુલાઇ (હિ.સ.) ગુજરાત માટે શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ભારે છે. રાજ્યમાં વરસાદના એલર્ટ વચ્ચે શુક્રવારે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લામાં વરસ્યો છે. રાજ્
Four and a half inches of rain in two hours in Sagbara-Garudeshwar of Narmada district


રાજપીપળા/અમદાવાદ,31 જુલાઇ (હિ.સ.) ગુજરાત માટે શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ભારે છે. રાજ્યમાં વરસાદના એલર્ટ વચ્ચે શુક્રવારે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લામાં વરસ્યો છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ સાગબારા અને ગરુડેશ્વરમાં સૌથી વધુ 118 મિમી (4.65 ઇંચ) વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને નદી-નાળાઓમાં જળસ્તર વધવાની શક્યતા છે. બીજી બાજુ હવામાન વિભાગે આજે નર્મદા જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સાથે અસાધારણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રેડ એલર્ટ’ વચ્ચે રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યના 82 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં ખાસ કરીને નર્મદાના સાગબારા અને ગરુડેશ્વરમાં માત્ર બે કલાકમાં સૌથી વધુ 4.65 ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરત અને વડોદરામાં ગરનાળામાં પાણી ભરાતા વાહનો બંધ પડ્યા હતાં. છોટા ઉદેપુર, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પણ મધ્યમ વરસાદ નોંધાયો છે.

આજે ધોધમાર વરસાદની આ આગાહીને પગલે તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને અમદાવાદ, વડોદરા અને સુરત સહિત 9 જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાયેલી 'વેધર વૉચ ગ્રુપ'ની બેઠકમાં તમામ વિભાગોને સાધનો અને ટીમો સાથે એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.

નર્મદાના નાંદોદમાં 90 મિમી (3.54 ઇંચ) અને તિલકવાડામાં 80 મિમી (3.15 ઇંચ) વરસાદ નોંધાયો છે. મહિસાગરના બાલાસિનોરમાં 67 મિમી (2.64 ઇંચ) વરસાદ વરસ્યો છે. આ સાથે મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર જોવા મળ્યું છે. આણંદ શહેરમાં 56 મિમી (2.20 ઇંચ) વરસાદ નોંધાયો છે, જ્યારે વડોદરા શહેરમાં 50 મિમી (1.97 ઇંચ) વરસાદ પડ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં 49 મિમી (1.93 ઇંચ) વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લાના બોરસદમાં 42 મિમી (1.65 ઇંચ) વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સહિત 13 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જારી કરાયું છે. તો રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિત 7 જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ‘યલો એલર્ટ’ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande