જંબુસર તાલુકાના કાવી ગામમાં બંધ મકાનનો એક ભાગ અચાનક ધરાશાયી
- ઘણા વર્ષો જૂનું ઘર હોવાથી જર્જરિત થઈ જતા દિવાલ પડતા મોટું નુકસાન થયું હતું ભરૂચ, 31 જુલાઈ (હિ.સ.) : જંબુસર તાલુકા વિસ્તારમાં માલજીવાળાના મકાનનો એક ભાગ અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદન
જંબુસર તાલુકાના કાવી ગામમાં બંધ મકાનનો એક ભાગ અચાનક ધરાશાયી


જંબુસર તાલુકાના કાવી ગામમાં બંધ મકાનનો એક ભાગ અચાનક ધરાશાયી


જંબુસર તાલુકાના કાવી ગામમાં બંધ મકાનનો એક ભાગ અચાનક ધરાશાયી


જંબુસર તાલુકાના કાવી ગામમાં બંધ મકાનનો એક ભાગ અચાનક ધરાશાયી


- ઘણા વર્ષો જૂનું ઘર હોવાથી જર્જરિત થઈ જતા દિવાલ પડતા મોટું નુકસાન થયું હતું

ભરૂચ, 31 જુલાઈ (હિ.સ.) : જંબુસર તાલુકા વિસ્તારમાં માલજીવાળાના મકાનનો એક ભાગ અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે દુર્ઘટના સમયે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે.

જંબુસર તાલુકાના કાવી ગામના મોટા ચકલા વિસ્તારની માલજીવાલા ખડકીમાં આજે યુસુફ હાસીમ માલજીવાલાના ઘરનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો હતો.

માલજીવાળાના આ મકાનમાં હાલમાં કોઈ રહેતું નહોતું. આ મકાનનો ઉપયોગ માત્ર ઘરવખરી તેમજ ખાવા-પીવાની ખાદ્યસામગ્રી અને અનાજનો સંગ્રહ કરવા માટે જ કરવામાં આવતો હતો. અચાનક મકાનની દીવાલ ધડાકાભેર તૂટી પડતાં મોટું નુકસાન થયું હતું. અચાનક બનેલી આ ઘટનાથી આસપાસના રહેણાંક વિસ્તારમાં થોડા સમય માટે ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ સ્થાનીક સરપંચ તેમજ તલાટી ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી ઘરના માલિકની મુલાકાત લીધી હતી અને નુકસાની અંગેની જરૂરી માહિતી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande