માંડવીના પશુ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કામધેનુ યુનિવર્સિટીના 18મા સ્થાપના દિવસ નિમિત્તે પશુપાલક તાલીમ યોજાઈ
સુરત, 08 જુલાઈ (હિ.સ.): કામધેનુ યુનિવર્સિટીના 18માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પશુ વિજ્ઞાન કેન્દ્ર-માંડવી (હાલમાં વ્યારા), પશુ સંશોધન કેન્દ્ર, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી નવસારીના સંયુકત ઉપક્રમે માંડવી તાલુકાના નરેણ
Surat


સુરત, 08 જુલાઈ (હિ.સ.): કામધેનુ યુનિવર્સિટીના 18માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પશુ વિજ્ઞાન કેન્દ્ર-માંડવી (હાલમાં વ્યારા), પશુ સંશોધન કેન્દ્ર, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી નવસારીના સંયુકત ઉપક્રમે માંડવી તાલુકાના નરેણ ગામે નફાકારક પશુપાલન અને સ્વચ્છ દૂધ ઉત્પાદન વિષયક તાલીમ કાર્યક્રમ તથા સહાય વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 58 પશુપાલકોએ ભાગ લીધો હતો.

આ અવસરે કામધેનુ યુનિવર્સિટીની ડોક્યુમેન્ટરી પ્રદર્શન અને યુનિવર્સિટી ગીતથી કરવામાં આવી. ડૉ.એસ. એમ. પ્રજાપતિ દ્વારા નફાકારક પશુપાલન, સંતુલિત આહાર વ્યવસ્થાપન અને પશુ આરોગ્ય અંગે માર્ગદર્શન આપ્યું, જ્યારે ડૉ.એમ.પી.માઢવાતર દ્વારા સ્વચ્છ દૂધ ઉત્પાદન, મસ્ટાઈટિસ નિવારણ તથા ટિટ ડીપ કપના યોગ્ય ઉપયોગ અંગે માહિતી આપી અને જીવંત નિદર્શન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન પશુપાલકોને પશુપાલન સાહિત્ય, મિનરલ મિશ્રણ, લેકટીફેન્સ સૉલ્યુશન, ટિટ ડીપ કપ તથા ડિવોર્મિંગ દવાનું વિતરણ કરવામાં આવ્યું.

આ અવસરે કામધેનુ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉ. પી. એચ. ટાંકના નેતૃત્વ હેઠળ તથા વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. જે. એસ. પટેલ, આચાર્ય ડૉ. વી. એસ. ડબાસ અને સંશોધન વૈજ્ઞાનિક તથા વડા ડૉ. એસ. એસ. પાટીલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande