માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ઉના-ગીરગઢડા તાલુકામાં માર્ગનું દૂરસ્તીકરણ
ગીર સોમનાથ 8 જુલાઈ (હિ.સ.) સોંદરડી-ખત્રીવાડા, ઉમેજ-પાતાપુર, સનખડા-ખત્રીવાડા રોડનું સમારકામ કરાયું ગીર સોમનાથ જિલ્લાના ઉના-ગીરગઢડા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી પડેલા ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ મોડ પર કામ કરી રહ્યું છે. માર્ગ
માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ઉના-ગીરગઢડા તાલુકામાં


ગીર સોમનાથ 8 જુલાઈ (હિ.સ.)

સોંદરડી-ખત્રીવાડા, ઉમેજ-પાતાપુર, સનખડા-ખત્રીવાડા રોડનું સમારકામ કરાયું

ગીર સોમનાથ જિલ્લાના ઉના-ગીરગઢડા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી પડેલા ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ મોડ પર કામ કરી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની મરામત કામગીરી કરવામાં આવી રહી છે.

ઉના-ગીરગઢડા તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓના ધોવાણવાળા ભાગ પર ત્વરિત પગલા લઈ ગીર સોમનાથ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા યુદ્ધના ધોરણે રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેના કારણે ઉના-ગીરગઢડા તાલુકાઓના ક્ષતિગ્રસ્ત ગ્રામ્ય માર્ગોની મરામત કામગીરી ઝડપભેર પૂર્ણ કરવામાં આવી છે.

ભારે વરસાદના કારણે ઉના-ગીરગઢડા તાલુકાના સોંદરડી-ખત્રીવાડા રોડ, ઉમેજ-પાતાપુર રોડ, સનખડા-ખત્રીવાડા રોડના રસ્તાનું ધોવાણ અને સાઈડ શોલ્ડર નુકસાન પહોંચ્યું હતું. જેને માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા દુરસ્ત કરવામાં આવી છે. જેના કારણે વાહનવ્યવહાર સુગમ્ય બન્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande