
ગીર સોમનાથ 08 જુલાઈ (હિ.સ.) તાલાલાની સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ ખાતે ભરતીમેળો યોજાશે.
સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ તાલાલા ખાતે રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે તા.૧૩/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ભરતી મેળો યોજાશે.
આ ભરતીમેળામાં એસ.બી.આઈ. લાઈફ ઈન્શ્યોરન્સ, વેરાવળ, રાયચૂરા એનર્જી-તાલાલા, પર્ફેક્ટ ઓટો (મારુતિ) વેરાવળ તેમજ સોમનાથ સર્વિસ (સી/ઓ ગ્રાસિમ ઈન્ડ.)વેરાવળ કંપનીઓ/સંસ્થા ઉપસ્થિત રહેશે.
આ સંસ્થા/કંપનીઓ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ઈન્ટરવ્યૂનું આયોજન કરાયું છે. તો વધુમાં વધુ ઉમેદવારો આ ભરતીમેળામાં ભાગ લે એમ ઈન્ચાર્જ રોજગાર અધિકારી ગીરસોમનાથની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ