
જામનગર, 08 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરમાં હિટ એન્ડ રનનો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં 80 ફુટ રોડ પર આવેલ ધનઅપુર્વા સોસાયટી ગેઇટ સામે પુરપાટ ઝડપે આવેલી કારે બુલેટને હડફેટે લેતા દંપતિ ફંગોળાઇ ગયુ હતું જેમાં યુવતિને પગમાં ફ્રેકચર જેવી ઇજા પહોચતા સારવારમાં ખસેડાઇ હતી બીજી બાજુ આ બનાવ અંગે નાશી ગયેલા કારચાલક સામે સીટી-એ ડીવીઝનમાં ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના પ્રણામી ટાઉનશીપ-૩ શેરી નં. ૬માં રહેતા કિર્તીકુમાર સુરેશભાઇ રામનાણી નામના યુવાન અને તેમના પત્ની નિયતીબેન મંગળવારે બુલેટ મોટરસાયકલ નં. જીજે ૧૦ ઇજે-૨૭૧૪ લઇને ઘરતરફ જતા હતા ત્યારે ધનઅપુર્વા સોસાયટીના ગેઇટ નં. ૨ પાસેથી રોડ ક્રોસ કરતા હોય એ દરમ્યાન વીયાના પાર્ક તરફથી ફોરવ્હીલ ગાડી નં. જીજે ૦૧ આરએસ-૨૯૮૨ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મોટરસાયકલને હડફેટે લીધુ હતું.
જેમાં દંપતિને નીચે પછાડી દીધા હતા આ અકસ્માતમાં નિયતીબેનને પગના પંજામાં ફ્રેકચર અને શરીરે છોલછાલ જેવી ઇજા પહોચાડી ચાલક નાશી ગયો હતો, કિર્તીકુમાર દ્વારા સીટી-એ ડીવીઝનમાં ગત રાત્રીના સફેદ કલરની ફોરવ્હીલ ગાડીના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt