હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 'બોટલ્સ ફોર ચેન્જ' અભિયાન શરૂ, પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ માટે યુનિવર્સિટીની નવી પહેલ
પાટણ, 08 જુલાઈ (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને બિસ્લેરી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે CSR પહેલ ''બોટલ્સ ફોર ચેન્જ'' અંતર્ગત લેટર ઓફ એસોસિએશન (LOA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પહેલનો મુખ્ય હેતુ યુનિવર્સિટી કેમ્પસમાં પ્લ
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 'બોટલ્સ ફોર ચેન્જ' અભિયાન શરૂ, પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ માટે યુનિવર્સિટીની નવી પહેલ


પાટણ, 08 જુલાઈ (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને બિસ્લેરી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે CSR પહેલ 'બોટલ્સ ફોર ચેન્જ' અંતર્ગત લેટર ઓફ એસોસિએશન (LOA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પહેલનો મુખ્ય હેતુ યુનિવર્સિટી કેમ્પસમાં પ્લાસ્ટિક કચરાના યોગ્ય વ્યવસ્થાપન અને રિસાયક્લિંગ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવી સ્વચ્છ અને હરિયાળા કેમ્પસનું નિર્માણ કરવાનો છે.

આ પ્રસંગે કુલપતિ ડૉ. કે.સી. પોરિયા, કુલસચિવ ડૉ. આર.એન. દેસાઈ, બિસ્લેરીના નોર્થ રિજનલ મેનેજર વિદ્યાભૂષણ સિંહ, ગુજરાતના એક્ઝિક્યુટિવ પાર્થ ઓઝા તેમજ યુનિવર્સિટીના અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. બંને સંસ્થાઓએ પર્યાવરણ સંરક્ષણ માટે સાથે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પ્રોજેક્ટના અમલીકરણમાં NSSના સ્વયંસેવકો મહત્વની ભૂમિકા ભજવશે. તેઓ કેમ્પસમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયક્લિંગ અંગે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજશે, જેથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે અને કેમ્પસ વધુ સ્વચ્છ તથા હરિયાળું બની શકે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande