જામનગરમાં કારમાં દારૂની હેરાફેરી કરતું દંપતી ઝડપાયું
જામનગર, 08 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરની ઠેબા ચોકડીથી મહાપ્રભુજીની બેઠક તરફ એક શખ્સ મોટરકારમાં દારૂના જથ્થા સાથે પસાર થનાર હોવાની સિટી-એ ડિવિઝન સર્વલન્સ ટીમ ના વિજયભાઇ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા અને રવિરાજસિંહ જાડેજા ને મળેલી બાતમીના આધારે સ્ટાફે વ
દારૂ સાથે દંપતી ઝડપાયું


જામનગર, 08 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરની ઠેબા ચોકડીથી મહાપ્રભુજીની બેઠક તરફ એક શખ્સ મોટરકારમાં દારૂના જથ્થા સાથે પસાર થનાર હોવાની સિટી-એ ડિવિઝન સર્વલન્સ ટીમ ના વિજયભાઇ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા અને રવિરાજસિંહ જાડેજા ને મળેલી બાતમીના આધારે સ્ટાફે વોચ ગોઠવી હતી.

આ દરમ્યાન દરમ્યાન સિટી એ ડિવિઝન ની સર્વલન્સ ટીમએ જી.જે.૦૬.ઇ.કયું.૨૩૧૫ નંબરની વ્હાઇટ વેગેનઆર કારને આંતરીને તલાશી લેતાં કાર ના ચોરખાનામાંથી પોલીસે રૂા.૫૬,૪૦૦/- ની કિંમતની ઇંગ્લીશ દારૂની ૧૦૮ બોટલ અને રૂા.૧૦ હજાર ની કિંમત ના ત્રણ મોબાઇલ ફોન મળીને કુલ કિંમત રૂા.૩૦,૦૦/- અને રૂપિયા ૦૫ લાખ ની કિંમતની મારૂતિ સુઝુકી કંપની ની વેગેનઆર કાર સાથે વિનોદ નાનજીભાઇ દામા (ઉ.વ.૩૮, રહે.ડોકટર કટારીયા સાહેબ ના દવાખાના નજીક, દિગ્વિજય પ્લોટ.૫૯, જામનગર) અને પ્રિયાબેન વિનોદ દામા (ઉ.વ.૩૭, રહે.ડોકટર કટારીયા સાહેબ ના દવાખાના નજીક, દિગ્વિજય પ્લોટ.૫૯, જામનગર) નામના દંપતીને દબોચી લઇ કુલ રૂ.૫,૮૬,૪૦૦ નો મુદામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરાઇ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande