પાટણમાં વિદ્યાર્થીઓને DOKRA રનિંગ ક્લબ દ્વારા ફિટનેસ અને પર્યાવરણનો સંદેશ
પાટણ, 08 જુલાઈ (હિ.સ.) : પાટણ જૈન મંડળ સંચાલિત બી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં DOKRA રનિંગ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે સ્વાસ્થ્ય જાગૃતિ, નિયમિત રનિંગનું મહત્વ અને પર્યાવરણ સંરક્ષણ અંગે પ્રેરણાત્મક કાર્યક્રમ યોજાયો હતો. ''ફિટ ભારત–સ્વસ્થ ભારત''ના સં
પાટણમાં વિદ્યાર્થીઓને DOKRA રનિંગ ક્લબ દ્વારા ફિટનેસ અને પર્યાવરણનો સંદેશ


પાટણ, 08 જુલાઈ (હિ.સ.) : પાટણ જૈન મંડળ સંચાલિત બી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં DOKRA રનિંગ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે સ્વાસ્થ્ય જાગૃતિ, નિયમિત રનિંગનું મહત્વ અને પર્યાવરણ સંરક્ષણ અંગે પ્રેરણાત્મક કાર્યક્રમ યોજાયો હતો. 'ફિટ ભારત–સ્વસ્થ ભારત'ના સંકલ્પ સાથે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા.

DOKRA રનિંગ ક્લબના સ્થાપક કરણ બ્રહ્મભટ્ટે વિદ્યાર્થીઓને નિયમિત દોડવાના ફાયદા સમજાવ્યા હતા. તેમણે જણાવ્યું કે અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ માતા-પિતા સાથે દોડવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે તેમજ સ્વસ્થ જીવનશૈલી વિકસે છે. તેઓ દેશભરમાં નિઃશુલ્ક સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે.

કરણભાઈએ પોતાના જીવનપ્રસંગનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે માતા-પિતાના અવસાન બાદ તેમણે સ્વસ્થ સમાજના નિર્માણનો સંકલ્પ કર્યો હતો. આજે તેઓ ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં લોકોને રનિંગ માટે પ્રેરિત કરે છે. પાટણમાં પણ તેઓ દરરોજ સવારે જીમખાના ખાતે નિઃશુલ્ક રનિંગ પ્રવૃત્તિનું માર્ગદર્શન આપે છે.

કાર્યક્રમના અંતે વિદ્યાલય પરિવાર દ્વારા કરણભાઈ બ્રહ્મભટ્ટનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરીને વિદ્યાર્થીઓને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની અપીલ કરી હતી. કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સ્વસ્થ જીવન અને હરિયાળા પર્યાવરણનો સંદેશ સ્વીકાર્યો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande