પાટણમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે નવા છાત્રાલયનું ઈ-લોકાર્પણ
પાટણ, 08 જુલાઈ (હિ.સ.) : પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં અનુસૂચિત જાતિના કુમાર અને કન્યાઓ માટે નિર્મિત નવા સરકારી છાત્રાલયનું મંગળવારે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા તથા રાજ્યકક્ષાના
પાટણમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે નવા છાત્રાલયનું ઈ-લોકાર્પણ


પાટણ, 08 જુલાઈ (હિ.સ.) : પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં અનુસૂચિત જાતિના કુમાર અને કન્યાઓ માટે નિર્મિત નવા સરકારી છાત્રાલયનું મંગળવારે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા તથા રાજ્યકક્ષાના મંત્રી ડૉ. મનીષા વકીલની ઉપસ્થિતિમાં આ છાત્રાલય વિદ્યાર્થીઓને સમર્પિત કરવામાં આવ્યા હતા.

મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં 50 વિદ્યાર્થી અને 50 વિદ્યાર્થીનીઓની રહેવાની સુવિધા સાથે આ છાત્રાલય તૈયાર કરવામાં આવ્યા છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે અનુકૂળ વાતાવરણ અને રહેઠાણની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી આ પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે.

સરકારી કુમાર છાત્રાલય ₹374.41 લાખ અને કન્યા છાત્રાલય ₹389.41 લાખના ખર્ચે તૈયાર થયા છે. બંને છાત્રાલય પાછળ કુલ ₹763.82 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપના મહામંત્રી સંજય પટેલ, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ નરેશ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande