કડી તાલુકામાં મમતા ડે અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની તાલુકા હેલ્થ ઓફિસરે કરી મુલાકાત
મહેસાણા, 08 જુલાઈ (હિ.સ.) કડી તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. બ્રિજેશ પ્રજાપતિએ આજે ઢોરીયા ગામ ખાતે યોજાયેલા મમતા ડે કાર્યક્રમ તેમજ ચારોલ સ્થિત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (HWC)ની મુલાકાત લઈને આરોગ્ય સેવાઓની કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિ
કડી તાલુકામાં મમતા ડે અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની તાલુકા હેલ્થ ઓફિસરે કરી મુલાકાત


મહેસાણા, 08 જુલાઈ (હિ.સ.) કડી તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. બ્રિજેશ પ્રજાપતિએ આજે ઢોરીયા ગામ ખાતે યોજાયેલા મમતા ડે કાર્યક્રમ તેમજ ચારોલ સ્થિત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (HWC)ની મુલાકાત લઈને આરોગ્ય સેવાઓની કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન આરોગ્ય કર્મચારીઓને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મમતા ડે દરમિયાન સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને બાળકોને આપવામાં આવતી આરોગ્ય સેવાઓ, રસીકરણ અને માતા-બાળ આરોગ્ય સંબંધિત કામગીરી અંગે માહિતી મેળવી હતી. ઉપરાંત લાભાર્થીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત સેવાઓ મળી રહે તે માટે આરોગ્ય કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

ચારોલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની મુલાકાત દરમિયાન ડો. પ્રજાપતિએ કેન્દ્રમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી. સાથે જ વિવિધ રેકોર્ડ અને રજિસ્ટરની ચકાસણી કરીને દસ્તાવેજી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કામગીરી વધુ અસરકારક બને તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

આ મુલાકાતનો મુખ્ય હેતુ આરોગ્ય વિભાગની સેવાઓની ગુણવત્તા જાળવી રાખવાનો, સરકારની યોજનાઓનો લાભ દરેક લાભાર્થી સુધી પહોંચાડવાનો તથા આરોગ્ય કેન્દ્રોની કામગીરીને વધુ સુદૃઢ બનાવવાનો હતો.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande