ધરમપુર નજીક ભારતીય નૌસેનાનું યુએવી (ડ્રોન) ક્રેશ, જાનહાનિ નહીં
પોરબંદર, 08 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લાના ધરમપુર ગામ નજીક આવેલા નેશ વિસ્તારમાં આજે ભારતીય નૌસેનાનું અનમેન્ડ એરિયલ વેહિકલ (UAV) ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ભારતીય નૌસેના, પોલીસ તથા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચ
ધરમપુર નજીક ભારતીય નૌસેનાનું યુએવી (ડ્રોન) ક્રેશ, જાનહાનિ નહીં

ધરમપુર નજીક ભારતીય નૌસેનાનું યુએવી (ડ્રોન) ક્રેશ, જાનહાનિ નહીં

ધરમપુર નજીક ભારતીય નૌસેનાનું યુએવી (ડ્રોન) ક્રેશ, જાનહાનિ નહીં

ધરમપુર નજીક ભારતીય નૌસેનાનું યુએવી (ડ્રોન) ક્રેશ, જાનહાનિ નહીં

પોરબંદર, 08 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લાના ધરમપુર ગામ નજીક આવેલા નેશ વિસ્તારમાં આજે ભારતીય નૌસેનાનું અનમેન્ડ એરિયલ વેહિકલ (UAV) ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ભારતીય નૌસેના, પોલીસ તથા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. શરૂઆતની વિગતો અનુસાર ટેક્નિકલ ખામીના કારણે યુએવી ક્રેશ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે ભારતીય નૌસેનાએ તપાસ શરૂ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ક્રેશ પાછળનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande