જામનગર : જામજોધપુર પંથકમાં પતરાં નીચે દબાઈ જતા ખેડૂતનું મોત
જામનગર, 08 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામ નજીક ગૌશાળા પાસે ગાડીમાંથી લોખંડના પતરા ઉતારતી વખતે અકસ્માત સર્જાતા પતરા નીચે દબાઈ જવાથી ખેડૂતનું કરુણ મોત થયું છે. પ્રાપ્ત વિગતો મુજબ, જામવાડી ગામના રહેવાસી કીર્તિકુમાર અરજ
આપઘાત મોત


જામનગર, 08 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામ નજીક ગૌશાળા પાસે ગાડીમાંથી લોખંડના પતરા ઉતારતી વખતે અકસ્માત સર્જાતા પતરા નીચે દબાઈ જવાથી ખેડૂતનું કરુણ મોત થયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, જામવાડી ગામના રહેવાસી કીર્તિકુમાર અરજણભાઈ સુતરીયા (ઉંમર 65 વર્ષ) ગાડીમાંથી લોખંડના પતરા ઉતારી રહ્યા હતા. તે દરમિયાન અચાનક પતરા તેમના ઉપર પડી જતાં તેઓ પતરા નીચે દબાઈ ગયા હતા. આ બનાવમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચતાં તથા પ્રાથમિક માહિતી મુજબ આઘાતના કારણે હૃદય બેસી જવાથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે તેમના ભાઈ સુભાષભાઈ અરજણભાઈ સુતરીયાએ જામજોધપુર પોલીસને જાણ કરતાં પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 194 મુજબ અકસ્માતે મૃત્યુનો દાખલો નોંધ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande