ચાર વર્ષથી ફરાર પ્રોહિબિશન કેસનો વોન્ટેડ આરોપી સુરતના માંગરોળથી ઝડપાયો
વલસાડ, 08 જુલાઈ (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી)એ ફરાર આરોપીઓ સામેની કાર્યવાહી દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશન તથા તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ બે પ્રોહિબિશનના ગુનાઓમાં છેલ્લા
આરોપી


વલસાડ, 08 જુલાઈ (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી)એ ફરાર આરોપીઓ સામેની કાર્યવાહી દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશન તથા તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ બે પ્રોહિબિશનના ગુનાઓમાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી મનોજ બંસરાજ રામકુબેર રાજપુતને સુરત જિલ્લાના માંગરોળ-મોસાલી ચાર રસ્તા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.

એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝની સૂચના મુજબ પીએસઆઈ જે.બી. ધનેશા અને તેમની ટીમ વોન્ટેડ આરોપીઓની શોધખોળમાં હતી. તે દરમિયાન એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ દશરથ જગદીશભાઈને મળેલી બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પકડાયેલ આરોપી હાલ પલસાણા તાલુકાના ટુંડી ગામ ખાતે રહે છે, જ્યારે તેનો મૂળ વતન ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના શાહગંજ તાલુકાના સુરાપુર ગામનો છે. તેની સામે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૬નો તેમજ તાપીના સોનગઢ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૨નો પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો નોંધાયેલો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ અગાઉ નવસારી રૂરલ, પારડી, સોનગઢ અને ભરૂચ જિલ્લાના રાજપારડી પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશન એક્ટ સહિતના કુલ ચાર ગુનાઓ નોંધાયેલા છે. આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ વધુ તપાસ માટે વાપી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

આ કામગીરીમાં એલસીબીના પીએસઆઈ જે.બી. ધનેશા સાથે સહદેવસિંહ રાજેન્દ્રસિંહ, કુલદીપસિંહ ધર્મેન્દ્રસિંહ, વિવેક ઘનશ્યામભાઈ, દશરથ જગદીશભાઈ અને હરદીપસિંહ હેતુભાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande