વાપી ટાઉનના ઘરફોડ ચોરી કેસમાં 8 વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી રાજસ્થાનથી ઝડપાયો
વલસાડ, 08 જુલાઈ (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) એ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાંથી ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. એલસીબીના પોલીસ ઇન
આરોપી સાથે પોલીસ ની ટીમ


વલસાડ, 08 જુલાઈ (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) એ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાંથી ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.

એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના નેતૃત્વમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિંહ હેતુભાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના અગરપુરા, વિનાયકનગર વિસ્તારમાં દરોડો પાડી દીપક વિનોદ કંસારા (ઉ.વ. 49) ને ઝડપી પાડ્યો હતો. આરોપી મૂળ બાંસવાડા જિલ્લાના તલહાટી મહલનો રહેવાસી છે.

આરોપી સામે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં નોંધાયેલા ગુના ક્રમાંક 59/2019 હેઠળ ભારતીય દંડ સંહિતાની કલમ 457 અને 380 મુજબ ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો છે. ધરપકડ બાદ વધુ તપાસ માટે આરોપીને વાપી ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી સામે પારડી પોલીસ સ્ટેશનમાં પણ વર્ષ 2019ના બે અલગ-અલગ ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે, જેમાં IPC કલમ 454, 457, 380, 411 અને 114 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સમગ્ર કામગીરી એલસીબીના પીએસઆઈ જે.બી. ધનેશા તથા અ.હે.કો. સહદેવસિંહ રાજેન્દ્રસિંહ, અ.પો.કો. કુલદીપસિંહ ધર્મેન્દ્રસિંહ, અ.પો.કો. વિવેક ઘનશ્યામભાઈ અને અ.પો.કો. હરદીપસિંહ હેતુભાએ ટીમવર્કથી સફળ બનાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande