પૂરગ્રસ્ત ભુવા ગામે ધારાસભ્ય મહેશ કસવાલાની મુલાકાત, રાહત કામગીરી ઝડપી બનાવવા અધિકારીઓને સૂચના
અમરેલી, 08 જુલાઈ (હિ.સ.) : સાવરકુંડલા તાલુકામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવનને સામાન્ય બનાવવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ દરમિયાન ધારાસભ્ય મહેશ કસવાલાએ પૂરગ્રસ્ત ભુવા ગામની મુલાકાત લઈને સ્થળ પરની પરિસ્થિતિનું નિર
પૂરગ્રસ્ત ભુવા ગામે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની મુલાકાત, રાહત કામગીરી ઝડપી બનાવવા અધિકારીઓને સૂચના


અમરેલી, 08 જુલાઈ (હિ.સ.) : સાવરકુંડલા તાલુકામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવનને સામાન્ય બનાવવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ દરમિયાન ધારાસભ્ય મહેશ કસવાલાએ પૂરગ્રસ્ત ભુવા ગામની મુલાકાત લઈને સ્થળ પરની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

મુલાકાત દરમિયાન તેમણે ગામના અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી હતી. ગ્રામજનોએ વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાન તેમજ રોજિંદા જીવનમાં ઉભી થયેલી મુશ્કેલીઓ અંગે રજૂઆતો કરી હતી. ધારાસભ્યએ તેમની સમસ્યાઓ ધ્યાનપૂર્વક સાંભળી તાત્કાલિક ઉકેલ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે અસરગ્રસ્ત પરિવારોને સમયસર જરૂરી સહાય, પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ અને અન્ય મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ભાર મૂક્યો હતો.

તેમણે અધિકારીઓને સૂચના આપી હતી કે રાહત અને બચાવ કામગીરીમાં કોઈપણ પ્રકારની ઢીલ ન રાખવામાં આવે તેમજ નુકસાનનું ઝડપથી સર્વેક્ષણ પૂર્ણ કરીને સરકારની જોગવાઈ મુજબ અસરગ્રસ્ત લોકોને સહાય પહોંચાડવામાં આવે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોના સહકારથી સ્થિતિ ઝડપથી સામાન્ય બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande