
વડોદરા, 08 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ સતત સક્રિય છે. ત્યારે ફતેગંજ વિસ્તારમાં જાહેરમાં ઘાતક હથિયાર સાથે લોકોમાં ભય ફેલાવનાર એક શખ્સને ફતેગંજ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફતેગંજ વિસ્તારમાં એક વ્યક્તિ જાહેરમાં ઘાતક હથિયાર સાથે ફરી લોકોને ધમકાવી રહ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી.
બાતમીના આધારે ફતેગંજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ઘાતક હથિયાર પણ કબજે કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
જાહેરમાં હથિયાર સાથે ધાક-ધમકી આપી લોકોમાં ભયનો માહોલ ઊભો કરવાના આરોપસર પોલીસે તેની સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસનું કહેવું છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા ભંગ કરવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવા અસામાજિક તત્વોને કોઈપણ સંજોગોમાં બખ્શવામાં નહીં આવે.
જાહેરમાં હથિયાર સાથે ધમકી આપવાની ઘટનાને ગંભીરતાથી લઈ ફતેગંજ પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ ચકાસવામાં આવી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ