છઠીયારડાના મહમદ શહેરીકની સફળતાની ઉડાન: 4 વર્ષથી ગુજરાત નંબર-1, હવે ઓલિમ્પિક ગોલ્ડનું લક્ષ્ય
મહેસાણા, 08 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના છઠીયારડા ગામના 15 વર્ષીય બેડમિન્ટન ખેલાડી મહમદ શહેરીક રસુલખાન બહેલીમે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. ભરૂચ ખાતે 21થી 26 જૂન દરમિયાન યોજાયેલી અંડર-15 સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશ
છઠીયારડાના મહમદ શહેરીકની સફળતાની ઉડાન: 4 વર્ષથી ગુજરાત નંબર-1, હવે ઓલિમ્પિક ગોલ્ડનું લક્ષ્ય


મહેસાણા, 08 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના છઠીયારડા ગામના 15 વર્ષીય બેડમિન્ટન ખેલાડી મહમદ શહેરીક રસુલખાન બહેલીમે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. ભરૂચ ખાતે 21થી 26 જૂન દરમિયાન યોજાયેલી અંડર-15 સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં તેમણે બોયઝ સિંગલ્સ અને મિક્સ્ડ ડબલ્સમાં ગોલ્ડ તથા બોયઝ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે.

ધોરણ-10માં અભ્યાસ કરતા મહમદ શહેરીકે 2022માં બેડમિન્ટનની શરૂઆત કરી હતી. પ્રથમ જ વર્ષે નેશનલ ચેમ્પિયનશિપ માટે પસંદગી મેળવી તેમણે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યારબાદ સતત ચાર વર્ષથી અંડર-11, અંડર-13 અને અંડર-15 કેટેગરીમાં ગુજરાતના નંબર-1 ખેલાડી તરીકે સ્થાન જાળવી રાખ્યું છે. હાલમાં તેઓ અંડર-15 કેટેગરીમાં ભારતની 12મી રેન્ક ધરાવે છે.

દરરોજ 6થી 7 કલાક પ્રેક્ટિસ કરતા મહમદ શહેરીકે અત્યાર સુધીમાં રાજ્ય કક્ષાએ 18 ગોલ્ડ, 11 સિલ્વર અને 1 બ્રોન્ઝ સહિત અનેક મેડલ જીત્યા છે. તેમની સફળતામાં માતા-પિતા અને કોચ ઈરફાન મીર તથા આશિષ નાયીનું મહત્વનું યોગદાન રહ્યું છે.

મહમદ શહેરીકના પિતા રસુલખાન બહેલીમે જણાવ્યું કે તેમનું સ્વપ્ન છે કે તેમનો પુત્ર ભારતનું પ્રતિનિધિત્વ કરી એક દિવસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી દેશનું ગૌરવ વધારશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande