એરંડાની આવકમાં મોટો ઘટાડો છતાં ભાવ સ્થિર, મહેસાણા માર્કેટ યાર્ડમાં 1300 બોરી આવક
મહેસાણ, 08 જુલાઈ (હિ.સ.) : મહેસાણા કૃષિ ઉપજ બજાર સમિતિમાં આજે વિવિધ કૃષિ જિનસોની ખરીદી-વેચાણ સક્રિય રહ્યું હતું. એરંડાની આવકમાં નોંધપાત્ર ઘટાડો છતાં ભાવ લગભગ સ્થિર રહેતા ખેડૂતોમાં રાહત જોવા મળી હતી. આજે માર્કેટ યાર્ડમાં એરંડાની માત્ર 1300 બોરી આવક
એરંડાની આવકમાં મોટો ઘટાડો છતાં ભાવ સ્થિર, મહેસાણા માર્કેટ યાર્ડમાં 1300 બોરી આવક


મહેસાણ, 08 જુલાઈ (હિ.સ.) : મહેસાણા કૃષિ ઉપજ બજાર સમિતિમાં આજે વિવિધ કૃષિ જિનસોની ખરીદી-વેચાણ સક્રિય રહ્યું હતું. એરંડાની આવકમાં નોંધપાત્ર ઘટાડો છતાં ભાવ લગભગ સ્થિર રહેતા ખેડૂતોમાં રાહત જોવા મળી હતી. આજે માર્કેટ યાર્ડમાં એરંડાની માત્ર 1300 બોરી આવક નોંધાઈ હતી, જ્યારે ભાવ પ્રતિ મણ ₹1350થી ₹1403 રહ્યા હતા. અગાઉ 4398 બોરી આવક સામે ભાવ ₹1350થી ₹1408 હતા, એટલે કે આવકમાં 3098 બોરીનો ઘટાડો થયો છે.

રાયડાની 42 બોરી આવક સામે ભાવ ₹1352થી ₹1411 પ્રતિ મણ રહ્યા હતા, જ્યારે ઘઉંની 50 બોરી આવક સાથે ભાવ ₹440થી ₹495 નોંધાયા હતા. બાજરીની 13 બોરી આવક સામે ભાવ ₹440થી ₹461 રહ્યા હતા. જુવારની 8 બોરી આવક સાથે ભાવ ₹1300થી ₹1331 નોંધાતા તેમાં સુધારો જોવા મળ્યો હતો.

ગવારની 14 બોરી આવક સામે ભાવ ₹1045થી ₹1087 પ્રતિ મણ નોંધાયા હતા, જ્યારે વરિયાળી ₹1700, સુવા ₹1660 અને અજમાના ભાવ ₹550થી ₹2925 પ્રતિ મણ રહ્યા હતા. રજકા બીની 20 બોરી આવક સાથે ભાવ ₹5000થી ₹8700 પ્રતિ મણ નોંધાયા હતા.

વેપારીઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં બજારમાં આવક, માંગ અને હવામાનની સ્થિતિના આધારે કૃષિ જિનસોના ભાવમાં વધઘટ જોવા મળી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande