વડનગરમાં 265 દિવ્યાંગોને રૂ. 40.73 લાખના 501 સહાયક ઉપકરણોનું નિઃશુલ્ક વિતરણ
મહેસાણા, 08 જુલાઈ (હિ.સ.) : વડનગર ખાતે ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયની ADIP યોજના અંતર્ગત જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી સામાજિક સશક્તિકરણ શિબિર યોજાઈ હતી. કાર્યક્રમમાં વડનગર તાલુકાના 265 દિવ્યાંગ લાભાર્થીઓને રૂ. 40.73 લાખના ખર્ચ
વડનગરમાં 265 દિવ્યાંગોને રૂ. 40.73 લાખના 501 સહાયક ઉપકરણોનું નિઃશુલ્ક વિતરણ


મહેસાણા, 08 જુલાઈ (હિ.સ.) : વડનગર ખાતે ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયની ADIP યોજના અંતર્ગત જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી સામાજિક સશક્તિકરણ શિબિર યોજાઈ હતી. કાર્યક્રમમાં વડનગર તાલુકાના 265 દિવ્યાંગ લાભાર્થીઓને રૂ. 40.73 લાખના ખર્ચે 501 જીવન સહાયક ઉપકરણોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું ઉદ્ઘાટન મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ મયંક નાયક, ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નીતિન પટેલ સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મહેસાણા સંસદીય વિસ્તારમાં કુલ 1,776 દિવ્યાંગ લાભાર્થીઓને રૂ. 2.88 કરોડના મૂલ્યના 3,351 સહાયક ઉપકરણોનું તબક્કાવાર વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો પ્રારંભ 13 જૂનથી માણસા ખાતે થયો હતો અને આગામી સમયમાં અન્ય વિસ્તારોમાં પણ આવા કાર્યક્રમો યોજાશે.

લાભાર્થીઓને મોટરાઇઝ્ડ ટ્રાઇસાયકલ, વ્હીલચેર, ટ્રાઇસાયકલ, કાખઘોડી, ફોલ્ડેબલ વોકર, શ્રવણ સહાય, સ્માર્ટફોન, બ્રેઇલ કીટ, કૃત્રિમ અંગો સહિતના આધુનિક સહાયક ઉપકરણો આપવામાં આવ્યા હતા.

સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દિવ્યાંગજનોને આત્મનિર્ભર અને સન્માનભર્યું જીવન જીવવા જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે અને કોઈપણ પાત્ર લાભાર્થી યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande