સિદ્ધપુરમાં રથયાત્રા પૂર્વે રૂટનું પાલિકા દ્વારા નિરીક્ષણ
પાટણ, 08 જુલાઈ (હિ.સ.) : સિદ્ધપુરમાં આગામી 16 જુલાઈ, 2026ના રોજ યોજાનારી ભગવાન ગોવિંદરાયજી અને માધવરાયજીની અષાઢી બીજની રથયાત્રાને ધ્યાનમાં રાખીને નગરપાલિકા તંત્ર સક્રિય બન્યું છે. પાલિકા પ્રમુખ રણજીતસિંહ ઠાકોર, ઉપપ્રમુખ પ્રમોદભાઈ પટેલ, સ્ટાફ તેમજ અ
સિદ્ધપુરમાં રથયાત્રા પૂર્વે રૂટનું પાલિકા દ્વારા નિરીક્ષણ


પાટણ, 08 જુલાઈ (હિ.સ.) : સિદ્ધપુરમાં આગામી 16 જુલાઈ, 2026ના રોજ યોજાનારી ભગવાન ગોવિંદરાયજી અને માધવરાયજીની અષાઢી બીજની રથયાત્રાને ધ્યાનમાં રાખીને નગરપાલિકા તંત્ર સક્રિય બન્યું છે. પાલિકા પ્રમુખ રણજીતસિંહ ઠાકોર, ઉપપ્રમુખ પ્રમોદભાઈ પટેલ, સ્ટાફ તેમજ અન્ય આગેવાનોએ રથયાત્રાના રૂટની રૂબરૂ મુલાકાત લઈને જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.

રૂટ નિરીક્ષણ દરમિયાન ગોવિંદ માધવ મંદિર કમિટી દ્વારા રજૂ કરાયેલા સૂચનોને ધ્યાનમાં રાખીને પાલિકા પ્રમુખે રથયાત્રા સંબંધિત તમામ કામગીરી સમયસર પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. તેમણે યાત્રા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે નગરપાલિકા તરફથી સંપૂર્ણ સહયોગ આપવાની પણ ખાતરી વ્યક્ત કરી હતી.

આ નિરીક્ષણમાં શહેર ભાજપ પ્રમુખ કૌશલભાઈ જોશી, પૂર્વ પ્રમુખ જયેશભાઈ પંડ્યા સહિત અનેક આગેવાનો તેમજ ગોવિંદ માધવ મંદિર કમિટીના પ્રમુખ દીપકભાઈ શેઠ, ઉપપ્રમુખ કમલેશભાઈ ઠાકર, મંત્રી પ્રદીપભાઈ યોગી અને કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. પાલિકા પ્રમુખે સ્વયં મંદિરે પહોંચીને રૂટની સમીક્ષા કરતા તંત્ર રથયાત્રાના સફળ આયોજન માટે સંપૂર્ણ તૈયારીમાં હોવાનું સ્પષ્ટ થયું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande